કોવીડ સંક્રમણને અટકાવવાના ભાગરુપે કેદી અને કુટુંબીજનોની પ્રત્યક્ષ મુલાકાત બંધ
જેલ વહીવટીતંત્રએ ઈ-મુલાકાત માટેની નિ:શુલ્ક સુવિધા શરુ કરી
કોવીડ 19 નું સંક્રમણ વધે નહીં તે માટે તકેદારીના ભાગરુપે હાલ જેલના કેદીઓની તેમના કુટુંબીજનો સાથેની પ્રત્યક્ષ મુલાકાત બંધ કરવામાં આવી છે, તેમ ગુજરાત રાજ્ય જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીની અખબાર યાદીમાં જણાવાયું છે. જો કે, આ યાદીમાં જણાવ્યા અનુસાર કેદીઓને તેઓના કુટુંબીજનોના સંપર્કમાં રહી શકે તે માટે કેદીઓને ટેલિફોનીક વાતચીત અને ઈ-મુલાકાત /વીડિયો કોન્ફરન્સિંગની નિશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવે છે,