કોવેક્સિનના ડોઝ લેવા કે નહીં એ વ્યક્તિની ઈચ્છા પર નિર્ભરઃ સ્વાસ્થ્ય મંત્રાલય
નવી દિલ્હી, દેશમાં કોવેક્સીનેશનની તૈયારીઓ વચ્ચે સ્વાસ્થ મંત્રાલયે મહત્વના મુદ્દા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોવેક્સીનના ડોઝ લેવા એ વ્યક્તિની ઇચ્છા પર આધાર રાખશે. સ્વાસ્થ મંત્રાલયે ભારતમાં ઉપલબ્ધ કોવેક્સીનને લઇને ખાતરી આપી હતી કે તે પણ વિદેશોમાં વિકસિત વેક્સીન જેટલી જ અસરકારક રહેશે.
સ્વાસ્થ મંત્રાલયે સ્પષ્ટતા સાથે માહિતી આપી હતી કે, કોવેક્સીન લેવી વ્યક્તિની ઇચ્છા પર આધાર રાખે છે. જાેકે બે ડોઝ પૂરા કરવા હિતાવહભર્યુ રહેશે એવી સલાહ સાથે સ્વાસ્થ મંત્રાલયનું કહેવુ હતું કે, એનાથી બીમારી વિરુદ્ધ મજબૂત રોગપ્રતિકારક શક્તિ તૈયાર થશે.
વર્તમાન સમયમાં દેશમાં કુલ ૬ વેક્સીન ટેસ્ટિંગ હેઠળ છે. જેમાં આઈસીએમઆર સાથે મળીને ભારતમાં બાયોટેક દ્વારા વિકસિત વેક્સીન, ઝાયડસ કેડિલા, જેનોવા, ઓક્સફોર્ડની વેક્સીનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રશિયાના ગમાલેયા રાષ્ટ્રીય કેન્દ્ર સાથે મળીને હૈદરાબાદમાં ડો રેડ્ડી લેબમાં સ્પૂતનિક કોવેક્સીન અને અમેરિકન કંપની સાથે મળીને હૈદરાબાદમાં બાયોલોજીકલ ઇ લિમિટેડ દ્વારા કોવેક્સીન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એમ છતાં કોવેક્સીનેશન બાદ સાઇડ ઇફેક્ટને મુદ્દે સ્વાસ્થ મંત્રાલયે પહેલેથી જ રાજ્ય સરકારોને તૈયારી કરી લેવા જણાવ્યું હતું.SSS