કોવેક્સિનની સરખામણીએ કોવિશિલ્ડથી વધુ અસરકારક
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/Covishild-1024x1820.jpg)
નવી દિલ્હી, કોરોના મહામારી વિરુદ્ધ વેક્સિને મોટા હથિયાર તરીકે જાેવામાં આવે છે. ભારતમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને સરકારે રસી આપવાનું શરૂ કરી દીધું છે. દેશમાં અત્યારે બે રસી ઉપલબ્ધ છે. ભારત બાયોટેકે કો વેક્સિન અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ.
દરમિયાન લોકોમાં સૌથી વધારે ચર્ચાનો વિષય એ છે કે આ બંનેમાંથી સૌથી વધુ કારગર રસી કંઇ છે. આ મતમતાંરને લઇને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ના ડીજી ડૉ.બલરામ ભાર્ગવે મહત્વનું નિવેદન આપ્યું છે. આઈસીએમઆરના પ્રમુખ ડો. બલરામ ભાર્ગવે કોવેક્સિન અને કોવિશિલ્ડ દ્વારા બનતા એન્ટિબોડીને લઇ ચોંકાવનારો દાવો કર્યો છે.
તેમણે કહ્યું કે, કોવિશિલ્ડના પહેલા ડોઝ લીધા બાદ કોવેક્સિના પહેલા ડોઝની સરખામણીએ વધુ એન્ટિબોડી બને છે.’ એક રિપોર્ટ મુજબ, ડો. બલરામ ભાર્ગવે કહ્યું, ‘નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે કોવેક્સિનની પહેલા ડોઝ લીધા પછી એન્ટિબોડી બનતી નથી, પરંતુ બીજી ડોઝ લીધા પછી પર્યાપ્ત એન્ટિબોડી મળે છે. ત્યાં
જ કોવિશિલ્ડની પહેલી ડોઝ લીધા પછી જ સારી સંખ્યામાં એન્ટિબોડી બની જાય છે. કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે સમય વધારી ૧૨-૧૮ અઠવાડિયાનો કરવામાં આવ્યો છે. પહેલા ડોઝથી લીધા બાદ એન્ટિબોડી વધુ જાેવા મળે છે. બીજી તરફ કોવેક્સિનના બે ડોઝ વચ્ચેના અંતરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.