કોવેક્સિન કરતા કોવિશીલ્ડથી વધુ એન્ટીબોડી બની રહી છે
નવી દિલ્હી: દેશમાં હાલના સમયમાં કોરોના વાયરસથી બચવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન અનેકવાર એવી ચર્ચા થતી રહેતી હોય છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીનમાંથી કઈ વેક્સીન વધુ એન્ડબોડી બનાવે છે. આ દરમિયાન એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવેક્સીનની તુલનામાં કોવિશીલ્ડ લેનારા લોકોના શરીરમાં વધુ એન્ટીબોડી વિકસિત થાય છે. આ સ્ટડી એ હેલ્થકેર વર્કર્સની સાથે કરવામાં આવી જેઓએ કોવિશીલ્ડ કે કોવેક્સીનમાંથી કોઈ એક વેક્સીનના બંને ડોઝ લીધા હતા. આ સ્ટડી કોરોના વાયરસ વેક્સીન ઇન્ડ્યૂસ્ડ એન્ટીબોડી ટાઇટર એટલે કે તરફથી કરવામાં આવી છે.
તેમાં જાણવા મળ્યું કે કોવિશીલ્ડ લેનારા લોકોમાં એન્ટી સ્પાઇક એન્ટીબોડીથી સંબંધિત સીરોપોઝિટિવિટી રેટ કોવેક્સીન લેનારા લોકોની તુલનામાં ઘણો વધુ હતો. જાેકે હજુ આ સ્ટડી પ્રકાશિત નથી થઈ. એવામાં હજુ ક્લીનિકલ પ્રેક્ટિસમાં તેનો ઉપયોગ ન થઈ શકે. જાેકે શોધકર્તાઓનું કહેવું છે કે બંને વેક્સીને સારી પ્રતિરક્ષા વિકસિત કરી છે. આ સ્ટડીમાં એ વાત સામે આવી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીનના બંને ડોઝ લીધા બાદ શરીરમાં સારો રિસ્પોન્સ હોય છે.
પરંતુ સીરોપોઝિટિવિટી રેટ કોવિશીલ્ડ લેનારા લોકોમાં જ વધુ જાેવ મળ્યો છે. આ સ્ટડીમાં ૫૫૨ હેલ્થકેર વર્કર્સ સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં ૩૨૫ પુરુષ અને ૨૨૫ મહિલાઓ હતી. તેમાંથી ૪૫૬ લોકોએ કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો હતો, તો ૯૬ લોકોએ કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. તેમાં ૭૯.૦૩ ટકા સીરોપોઝિટિવિટી રેટ નોંધવામાં આવ્યો હતો. કોવિશીલ્ડ માટે એન્ટીબોડી ટાઇટર ૧૧૫ છેં/દ્બઙ્મ (ઓર્બિટરી યૂનિટ પ્રતિ મિલીલીટર) અને કોવેક્સીન માટે ૫૧ છેં.