કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે સર્વિસ રેકોર્ડ સાથે છેડછાડ
નવી દિલ્હી, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે આઈજી સ્તરના અધિકારીઓ તરફથી પોતાના રેકોર્ડ સાથે છેડછાડનો મોટો કેસ સામે આવ્યો છે. સર્વિસ-રેકોર્ડમાં છેડછાડને જાેતા રક્ષા મંત્રાલયે પ્રમોશન-બોર્ડને ભંગ કરવા સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. જાણકારી અનુસાર ભારતીય કોસ્ટગાર્ડમાં જલ્દી જ આઈજી રેન્કના અધિકારીઓના એડિશનલ ડીજી રેન્ક માટે બઢતી થવા જઈ રહી હતી.
આ માટે એક પ્રમોશન-બોર્ડની રચના પણ કરવામાં આવી હતી પરંતુ આ દરમિયાન પ્રમોશન માટે કોસ્ટગાર્ડના અધિકારીઓએ પોતાના સેવા-રેકોર્ડમાં છેડછાડ કરી છે જેથી એડિશનલ ડીજી રેન્ક પર તેમનુ પ્રમોશન થઈ શકે. સૂત્રો અનુસાર આ એક આંતરિક-તપાસ છે અને રક્ષા મંત્રાલયના એક જાેઈન્ટ સેક્રેટરી રેન્ક અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે.
જાેકે આ સમગ્ર મામલે કોસ્ટગાર્ડની તરફથી કોઈ સત્તાકીય જાણકારી સામે આવી નથી. ભારતીય કોસ્ટગાર્ડ દેશના દરિયાકાંઠા અને દરિયામાં ૧૨ નોટિકલ માઈલ સુધી દરિયાઈ સીમાઓની સુરક્ષામાં તૈનાત છે. આ સિવાય સમુદ્રમાં પ્રદૂષણ કોસ્ટ ગાર્ડ પણ સામે લડવા માટે નોડન એજન્સી છે. દરિયામાં રાહત અને બચાવ કામગીરી માટે કોસ્ટગાર્ડનું પણ મહત્વનું યોગદાન છે.
ભારતીય કોસ્ટગાર્ડ પાસે દરિયાઈ સરહદોની સુરક્ષા માટે જહાજાે અને મોટી બોટોનો મોટો કાફલો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોસ્ટ ગાર્ડના વડા (ડીજી) નૌકાદળના એડમિરલ કક્ષાના અધિકારી હતા, પરંતુ હવે માત્ર કોસ્ટ ગાર્ડના અધિકારીઓને જ ડીજી પદ માટે પસંદ કરવામાં આવે છે.SSS