કોહલીએ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે ધોનીની બરાબરી કરી
ચેન્નાઇ: ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડને ૩૧૭ રને હરાવ્યું છે. આ સાથે ભારતે શ્રેણીમાં ૧-૧ની બરાબરી કરી લીધી છે. ૪૮૨ રન પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ ૧૬૪ રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત માટે અક્ષર પટેલે ૫, રવિચંદ્રન અશ્વિને ૩, જ્યારે કુલદીપ યાદવે ૨ વિકેટ લીધી છે. ત્રીજી ટેસ્ટ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે. આ મેચ જીતીને વિરાટ કોહલીએ કપ્તાન તરીકે ઘરઆંગણે ૨૧મી ટેસ્ટ જીતી છે. તેણે આ મામલે ધોનીની બરાબરી કરી છે. અમદાવાદ ખાતેની ૨માંથી એક ટેસ્ટ જીતીને કોહલી ટેસ્ટમાં ઘરઆંગણે સૌથી સફળ ભારતીય કપ્તાન બની જશે.
ભારતની ટેસ્ટમાં રનના માર્જિનથી સૌથી મોટી જીત જાેઇએ તો ૩૩૭ વિ સાઉથ આફ્રિકા, દિલ્હી ૨૦૧૫/૧૬,૩૨૧ દૃજ ન્યૂઝીલેન્ડ, ઇન્દોર ૨૦૧૬/૧૭,૩૨૦ દૃજ ઓસ્ટ્રેલિયા, મોહાલી ૨૦૦૮/૦૯,૩૧૮ વિ વેસ્ટ ઇન્ડિઝ, નોર્થ સાઉન્ડ ૨૦૧૯,૩૧૭ વિ ઇંગ્લેન્ડ, ચેન્નઈ ૨૦૨૦/૨૧ *,૩૦૪ વિ શ્રીલંકા, ગોલ ૨૦૧૭ દરમિયાન ભારત માટે ડેબ્યુ પર એક ઇનિંગ્સમાં ૫ વિકેટ લેનાર સ્પિનર્સ જાેઇએ તો ૫/૬૪ વીવી કુમાર દૃજ પાકિસ્તાન, દિલ્હી ૧૯૬૦/૬૧ ૬/૧૦૩ દિલીપ દોશી દૃજ ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ ૧૯૭૯/૮૦,૮/૬૧ વિ ૮/૭૫ નરેન્દ્ર હિરવાની વિ વેસ્ટ ઇન્ડિઝ, ચેન્નઈ ૧૯૮૭/૮૮,૫/૭૧ અમિત મિશ્રા વિ ઓસ્ટ્રેલિયા, મોહાલી ૨૦૦૮/૦૯,૬/૪૭ રવિચંદ્રન અશ્વિન વિ વેસ્ટ ઇન્ડિઝ, દિલ્હી ૨૦૧૧/૧૨,૫/૪૧ અક્ષર પટેલ વિ ઇંગ્લેન્ડ, ચેન્નઈ, ૨૦૨૦/૨૧*