Western Times News

Gujarati News

કોહલીએ સૌથી ઓછી ઇનિગમાં સૌથી ઝડપી ૧૨ હજાર રન કર્યા

કેનબરા, ઓસ્ટ્રેલિયાની વિરૂધ્ધ ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ રેકોર્ડ તોડયો છે. ત્રીજી અને અંતિમ વનડેમાં કોહલીએ ૨૩ રન કરતા વનડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી ૧૨ હજાર રન પુરા કરવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.કોહલી સૌથી ઓછી ઇનિગ્સ એટલે કે ૨૪૨ ઇનિગમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારો બેટસમેન બની ગયો છે તેણે માસ્ટર બ્લાસ્ટર સચિનને પાછળ છોડી દીધો છે સચિને ૧૨ હજાર પુરા કરવા માટે ૩૦૦ ઇનિગ રમવી પડી હતી.

ટીમ ઇન્ડિયાના સુકાની કોહલીએ સૌથી ઝડપી ૮૦૦૦, ૯૦૦૦, ૧૦૦૦ અને ૧૧૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પહેલા જ પોતાના નામે કર્યા છે.કોહલીએ આ મેચ પહેલા ૨૪૧ ઇનિગમાં ૫૯.૨૯ રનની એવરેજથી ૧૧૯૭૭ રન કર્યા હતાં.કોહલીએ ૪૩ સદી અને ૫૯ અડધી સદી ફટકારી છે. ત્રીજી વનડે પહેલા કોહલીના નામે ૧૧૯૭૭ રન હતાં અને તે માત્ર ૨૩ રન જ દુર હતો. સૌથી વધુ સદી ફટકારવાની વાત કરીએ તો માત્ર સચિન જ કોહલીથી આગળ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.