કોહલીને દીકરી વામિકાનો રેપ કરવાની ધમકી આપનાર શખસની ધરપકડ
નવી દિલ્હી, ઈન્ડિયન ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કાની દીકરીને રેપની ધમકી આપનાર શખસની હૈદરાબાદથી ધરપકડ કરાઈ છે. તેવામાં ચોંકવાનારી વાત એ રહી કે આ આરોપી એક સોફ્ટવેર એન્જિનિયર છે અને તેણે IIT હૈદરાબાદથી બી-ટેકનો અભ્યાસ કર્યો છે. મુંબઈ પોલીસના સાયબર સેલે આ શખસની ઓળખ કરી ધરપકડ હાથ ધરી હતી. હાલ તેને પોલીસની ટીમ મુંબઈ લઈ ગઈ છે.
ન્યૂઝ એજન્સી ANI મુજબ પકડાયેલા વ્યક્તિનું નામ રામનાગેશ અકુબાથિની છે. તેને IIT હૈદરાબાદથી બીટેક કર્યું છે. તે વ્યવસાયે એન્જિનિયર છે અને થોડો સમય પહેલાં તે ફુડ ડિલિવરી એપ માટે કામ કરતો હતો.