Western Times News

Gujarati News

કોહલી-શાહરુખ જ્યાં રોકાયા હતા એ રૂમમાં રોકાશે બ્રિટિશ PM

બુલેટપ્રૂફ સ્યૂટમાંથી જાેશે રિવરફ્રન્ટનો નજારો

હોટલ Hyattનાં બુલેટપ્રૂફ સ્યૂટમાંથી રિવરફ્રન્ટનો નજારો સ્પષ્ટ જાેઈ શકાય છે, આખી હોટલમાં આ એક માત્ર એવો સ્યૂટ છે જે બુલેટ પ્રૂફ છે

અમદાવાદ,બ્રિટનના પ્રધાનમંત્રી Boris Johnson ૨૧મી એપ્રિલ એટલે કે, આજ રોજ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. Johnson પોતાના પ્રવાસનો પ્રારંભ ગુજરાતથી કરી રહ્યાં છે. પહેલીવાર કોઈ બ્રિટિશ પ્રધાનમંત્રી ભારત આવી રહ્યાં તેથી આપણાં માટે પણ આ એક મોટી બાબત છે. એમાંય તેઓ પોતાના ભારત પ્રવાસનો પ્રારંભ ગુજરાતથી કરી રહ્યાં છે. અમદાવાદમાં Boris Johnson જે હોટલમાં રોકાવાના છે તેને લઈને ભારે ચર્ચા ઉભી થઈ છે.

શું તેમના માટે આખી હોટલ બુક કરવામાં આવી છે? તેમની સુરક્ષા માટે કેવી વ્યવસ્થા કરાઈ છે? કેવો હશે તેમની હોટલનો રૂમ આ તમામ મુદ્દાઓ અત્યારે ચર્ચામાં છે. જાેકે, તેને જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. પ્રાપ્ત માહિતી મુજબ, બ્રિટિશ વડાપ્રધાન આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રિજન્સીમાં રોકાશે. તેમનો બુલેટપ્રૂફ સ્યૂટ રિવરફ્રન્ટ ફેસિંગ છે. બ્રિટિશ ડેલિગેશન માટે હોટલના ૯મા અને ૧૦મા માળ સહિત ૮૦ રૂમ બુક કરાયા છે.

હાલમાં બ્રિટિશ વડાપ્રધાન અને તેમની સાથે આવનારા મહાનુભાવોની સિક્યોરિટી તેમજ તેમના માટે ભોજનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છેકે, હોટલ Hyatt Regencyના આ બુલેટપ્રૂફ સ્યૂટમાંથી રિવરફ્રન્ટનો નજારો સ્પષ્ટ જાેઈ શકાય છે. આખી હોટલમાં આ એક માત્ર એવો સ્યૂટ છે જે બુલેટ પ્રૂફ છે. હાલ આ સ્યૂટ અને સમગ્ર હોટલને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. આ સ્યૂટ રિવરફ્રન્ટને ફેસ કરે છે. રિવરફ્રન્ટ જાેઈ શકાય એ માટે અમદાવાદ આવતા મોટા ભાગના વીવીઆઇપી આ સ્યૂટમાં જ રોકાતા હોય છે.

હયાતના આ પ્રેસિડેન્શિયલ સ્યૂટમાં આમ તો શાહરુખ ખાન, ક્રિસ હેમ્સવર્થ અને એ. આર. રહેમાન સહિત અનેક મોટા સ્ટાર્સ રોકાઇ ચૂક્યા છે, પણ અંતમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા આ રૂમમાં રોકાયા હતા. આ બન્ને ક્રિકેટર બાદ બોરિસ જાેનસન આ સ્યૂટમાં રોકાશે, જેના માટેની ખાસ તૈયારીઓ થઇ ચૂકી છે. મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી અત્યારસુધી ૧૪ દેશના વડાએ અમદાવાદની મુલાકાત લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ, શિંજાે આબે, બેન્જામિન નેતન્યાહુ જેવા નેતાઓ શહેરમાં આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની મુલાકાત પહેલાં હોટલના શેફ અને તેમની ખાસ ટીમે બ્રિટિશ પ્રધાનમંત્રીની ટીમ સાથે વાતચીત હતી. જેમાં તેઓ શું જમવાનું પસંદ કરે છે તે અંગે ચર્ચા કરીને તે મુજબનું મેનું તૈયાર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ બોરિસની ટીમે હોટલના સત્તાધીશો સાથે ખાસ ડાયટ પ્લાન પણ શેર કર્યો છે, જેના આધારે તમામ વાનગીઓ તૈયાર થશે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.