કોેર્બેવેક્સ વેક્સિન ૧ર વર્ષ અને તેનાથી વધુ વયના લોકોને પણ આપી શકાય છે
(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેનના સતાવાળાઓ દ્વારા ગઈકાલેેથી કેન્દ્ર સરકારના આદેશથી શહેરના ૧ર થી ૧૪ વર્ષની વયના બાળકોને હદ્ર્રાબાદની બાયોલોજીકલ ઈ કંપનીની કોેર્બેવેક્સ વેક્સિનનો ફર્સ્ટ ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લેનારા બાળકો તેનો સેકન્ડ ડોઝ ર૮ દિવસ બાદ લઈ શકશે. જાે કે કોેર્બેવેક્સ વેક્સિનનો લાભ ૧ર વર્ષ અને તેનાથી વધુ વયના લોકોને આપી શકાય છે.
૧ર થી ૧૪ વર્ષના બાળકોના વેક્સિનેશનના ગઈકાલના પહેલા દિવસે શહેરમાં કુલ ૯૦૮૧ બાળકોનેે તેનો ફર્સ્ટ ડોઝ અપાયો હતો. જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ર૩૪૦ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૪૧ર બાળકો હતા. દક્ષિણ ઝોનમાં ૧૬૦૮, પૂર્વ ઝોનમાં ૧ર૧૪, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૭૬૩ અને મધ્ય ઝોનમાં ૭ર૪ બાળકોને વેકસિન અપાઈ હતી. શહેરના ૮૦ અર્બન હેલ્થ સેન્ટર અને ૮૦ મ્યુીનસિપલ શાળામાં બાળકોને કોેર્બેવેક્સ વેક્સિન આપવામાં આવી રહી છે.
આમ, તો કોેર્બેવેક્સ વેક્સિન અત્યારે ઉપયોગમાં લેવાતી કોવિશિલ્ડની જેમ કોરોનાનું સંક્રમત થતુ અટકાવવા ઉપયોગી છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા તેને ખાસ કરીને ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના બાળકો માટે જ જાહેેર કરી છે.
મ્યુનિસીપલ હેલ્થ વિભાગના સુત્રો કહે છે કે ૦.પ મીલી.નો ડોઝ ધરાવતી આ કોેર્બેવેક્સ વેક્સિનના ઈન્જેકશ ખભાના ભાગે અપાય છે. અને તેની બાળકોમાં આડઅસરની કોઈ ફરીયાદ હજુ સુધી મળી નથી. સામાન્ય રીતે તાવ, માથાનો દુઃખાવો, થાક લાગવો, શરીર તૂટવુ, જેવા વેક્સિન લગાવ્યા બાદના તેની આડઅસરના પ્રાથમિક લક્ષણો છે.
પરંતુ આવી કોઈ ફરીયાદ ગઈકાલે મળી નહોતી. કેટલાંક બાળકોમાં ઈન્જેકશન લીધાની જગ્યાએ સામાન્ય સોજાે, બળતરા થતી હોય છે. પરંતુ આવી કોઈ બાબત પણ પ્રકાશમાં આવી નથી. જાે કે એલર્જી ધરાવતા બાળકો તેમજ તાવ શરદી, ખાંસી અને શરીર દર્દ જ ેવા કિસ્સામાં બાળકોને વેક્સિન આપવી ન જાેઈએ.
દરમ્યાન ગઈકાલે શહેરમાં એક કરોડથી વધારે કોરોના વેક્સિનના ડોઝ નાગરીકોને આપવાની વિરલ સિધ્ધી તંત્રે મેળવી હતી. કોરોના વેક્સિનનો ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ પ્રિ-કોશનરી ડોઝ એમ તમામ ડોઝ મળીને ગઈકાલે તા.૧૬મી માર્ચ સુધીમાં કુલ ૧,૦૦,૧૦,૯ર૬ ડોઝ નાગરીકોને અપાયા હતા. જેમાં પ૩,૪૬,ર૪૬ ફર્સ્ટ ડોઝ, ૪૪,૪૯,પ૭૧ સેકન્ડ ડોઝ અને ર,૧૪,૬૯૯ પ્રિકોશ્નરી ડોઝનો સમાવેશ થાય છે.