કૌટુંબિક ભાઈઓ-ભત્રીજાઓ છરી-લાકડી વડે જંગ સર્જાતા બંને પક્ષે ઈજા
ભાવનગર, ભાવનગર જિલ્લાના વરતેજ તાબેના સોડવદરા ગામે યોજાયેલ એક ધાર્મિક પ્રસંગમાં કલાકારો પર નાણાં ની “ઘોર” (પૈસા ઉડાડવા) મુદ્દે બોલાચાલી થતાં કૌટુંબિક ભાઈઓ-ભત્રીજાઓ છરી-લાકડી વડે જંગ સર્જાતા બંને પક્ષે ઈજા પહોંચી હતી અને આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં બંને જુથોએ ક્રોસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ તાબેના સોડવદરા ગામે તાજેતરમાં માતાજી નો માંડવો નામનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કલાકારો પર પૈસા ઉડાડવા મુદ્દે અલ્પેશ ભૂપત ચૌહાણ તથા વિપુલ જીણા ચૌહાણ વચ્ચે બોલાચાલી થતાં આ કૌટુંબિક કાકા ભત્રીજાના દીકરાઓ એક બીજાને ભરીપીવા તૈયાર થયા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયે આ મુદ્દે ફરી ડખ્ખો કરતાં બંને જુથો વચ્ચે છરી-લાકડી
જેવાં હથિયાર વડે મારામારી સર્જાતા બંને પક્ષના લોકોને નાનીમોટી ઈજા સાથે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ત્યારબાદ બંને પક્ષોએ વરતેજ પોલીસ સ્ટેશનમાં સામ-સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.ss2kp