કૌન બનેગા કરોડપતિમાં અરુણિતા જોવા મળશે?
મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨માં પોતાની સિંગિંગ દ્વારા લોકોના દિલ જીતનારી અરુણિતા કાંજીલાલ ખૂબ જલ્દી મોટો ધમાકો કરવા જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ જ્યાં તે ઈન્ડિયન આઈડલ ૧૨ના વિનર પવનદીપ રાજન સાથે મ્યૂઝિકલ સીરિઝમાં જાેવા મળવાની છે, તો તેવી ચર્ચા છે કે તે ‘કૌન બનેગા કરોડપતિ ૧૩’માં જાેવા મળવાની છે. વાત એમ છે કે, સોશિયલ મીડિયા પર અરુણિતા કાંજીલાલની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે કેબીસી ૧૩ના હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે જાેવા મળી રહી છે. આ તસવીરમાં તેના પિતા પણ જાેવા મળી રહ્યા છે. તસવીરને અરુણિતાના ભાઈ અનીશે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને સાથે લખ્યું છે ‘કિંમતી ક્ષણોમાંથી એક.
અરુણિતાની અમિતાભ બચ્ચન સાથેની આ તસવીર પર તેના ફેન્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે ‘અરે અરુ, કેટલી સુંદર લાગી રહી છે અને તેના પિતા તેના પર કેટલો ગર્વ અનુભવી રહ્યા છે. તેણે લાખો લોકોના દિલ જીત્યા છે. અમારી અરુ. તારુ ભવિષ્ય બ્રાઈટ છે’.
એક ફેને લખ્યું છે ‘અરે, કેબીસીના સેટ પર, આ એપિસોડની રાહ જાેઈ રહ્યો છું’. તો અરુણિતાના ફેન પેજે આ ક્ષણને ‘ગર્વ’નો અનુભવ કરાવનારી કહી છે. અન્ય એ લખ્યું છે ‘માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં અરુણિતાએ આટલી બધી ઉપલબ્ધિ મેળવવી તેનાથી તેના પરિવારજનોને ગર્વનો અનુભવ થઈ રહ્યો હશે. આ સિવાય કેટલાક ફેને હાર્ટ તો કેટલાક ફેને ફાયર ઈમોજી કોમેન્ટમાં મૂકી છે.
ઉલ્લેખનીય છે કે, અરુણિતા કાંજીલાલ ઈન્ડિયન આઈડલ ૧૨ની ફર્સ્ટ રનર-અપ બની હતી. શોમાં તેની પવનદીપ રાજન સાથેને કેમેસ્ટ્રી અને બોન્ડને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હાલમાં જ અરુણિતા અને પવનદીપનો એક ડાન્સ વીડિયો વાયરલ થયો હતો. જેમાં બંને શેરશાહના સોન્ગ પર રોમેન્ટિક ડાન્સ કરતા જાેવા મળ્યા હતા.
રિપોર્ટ્સ પ્રમાણે, અરુણિતા સિવાય ઈન્ડિયન આઈડલના ટોપ ૬ ફાઈનાલિસ્ટમાં સામેલ પવનદીપ રાજન, સાયલી કાંબલે, નિહાલ તારો, મહોમ્મદ દાનિશ અને શન્મુખપ્રિયા પણ કેબીસી ૧૩માં જાેવા મળવાના છે. થોડા અઠવાડિયા પહેલા આ ટોપ-૬ સુપર ડાન્સર ચેપ્ટર ૪માં જાેવા મળ્યા હતા.SSS