કૌન બનેગા કરોડપતિમાં પાંચ મોટા ફેરફાર જાેવા મળશે

મુંબઈ, કેબીસી-૧૩ ૨૩ ઓગસ્ટને સોમવારથી શરૂ થઈ રહ્યું છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૨મી સીઝનમાં લાઈફલાઈન સહિત ઘણાં ફેરફાર કરવામાં આવ્યા હતા ત્યારે ૧૩મી સીઝનમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નવા ફેરફારો ઉપરાંત બે મહત્વની બાબતોએ ‘કૌન બનેગા કરોડપતિ ૧૩’માં કમબેક કર્યું છે. આ બંને બાબતો છે- સ્ટુડિયો ઓડિયન્સ અને ઓડિયન્સ પોલ. કોરોના મહામારીને પગલે ગત સીઝનમાં સ્ટુડિયો ઓડિયન્સને શોમાંથી દૂર કરાઈ હતી. જેના કારણે શોની રોનક ઓછી થઈ ગઈ હતી. પરંતુ હવે ૧૩મી સીઝનમાં સ્ટુડિયોમાં ફરીથી દર્શકોને બોલાવામાં આવ્યા છે. શોના મેકર્સે ‘કૌન બનેગા કરોડપતિ ૧૩’નો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં સ્ટુડિયોમાં ઓડિયન્સની એન્ટ્રી બતાવામાં આવી છે.
ગત સીઝનમાં જે ખાલીપો હતો તેને ભરવા અને રોનક પાછી લાવવા માટે સ્ટુડિયોમાં ઓડિયન્સને બોલાવામાં આવી છે. પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે કે, “આ દેવીઓ અને સજ્જનોને અમે ખૂબ મિસ કર્યા. તમે લોકો હોવ છો તો હું ખૂબ ઉત્સાહિત થઈ જાઉં છું. સ્ટુડિયો ઓડિયન્સની વાપસી થવાની સાથે હવે ઓડિયન્સ પોલ લાઈફલાઈનની પણ વાપસી થઈ છે. અગાઉની સીઝનમાં આ લાઈફલાઈનને બદલે ‘વિડીયો અ ફ્રેન્ડ’ નામની લાઈફલાઈનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ઓડિયન્સ પાછી આવી છે ત્યારે ઓડિયન્સ પોલ લાઈફલાઈનને પણ ફરી જાેવા મળશે. જેના પરિણામે ‘વિડીયો અ ફ્રેન્ડ’ લાઈફલાઈનને દૂર કરવામાં આવી છે.SSS