કૌન બનેગા…ની ૨૧ વર્ષની સફર નિહાળી બીગ બી ભાવુક
મુંબઇ, ‘કૌન બનેગા કરોડપતિ’ છેલ્લા ૨૧ વર્ષથી લોકોના દિલો પર રાજ કરી રહ્યું છે અને લોકચાહના મેળવી રહ્યું છે. આ શો સાથે ઘણા લોકોના સપના સાકાર થયા છે.
શોના હોસ્ટ અમિતાભ બચ્ચન શોના બાદશાહ સાબિત થયા. તેઓ પોતાના દમે શોને લોકપ્રિયતાની ઉંચાઈ પર લઈ ગયા. આ શો ટૂંક સમયમાં એક હજાર એપિસોડ પૂરો કરવા જઈ રહ્યો છે. આ ખાસ અવસર પર તેમની ૨૧ વર્ષની સફર જાેઈને બિગ બીની આંખો ભીની થઈ ગઈ.
‘કૌન બનેગા કરોડપતિ ૧૩’ દરેક સિઝનની જેમ હિટ છે. શો એક હજાર એપિસોડ પૂરા થવા પર અમિતાભ બચ્ચન તેમના પરિવારને સાથે જાેડાવા જઈ રહ્યા છે. દીકરી શ્વેતા બચ્ચન નંદા અને તેની પુત્રી નવ્યા નવેલી નંદા આ શોમાં આવશે.
શોનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બીની આંખો ભીની થતી જાેવા મળી રહી છે.
આ વીડિયો સોની ટીવીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં બિગ બી શ્વેતા અને પૌત્રી નવ્યાનું સ્વાગત કરે છે અને કહે છે કે આ પ્રસંગ ખાસ હતો, તેથી વિચાર્યું કે પરિવારનો સામેલ કરવો જાેઈએ. શ્વેતા બિગ બીને પૂછે છે, ‘પાપા, હું પૂછવા માંગુ છું કે આ ૧૦૦૦મો એપિસોડ છે તો તમને કેવું લાગે છે?’ અમિતાભ કહે છે, ‘એવું લાગે છે કે આખી દુનિયા બદલાઈ ગઈ છે.’
વીડિયોમાં પ્રથમ કરોડપતિ હર્ષવર્ધન નવાઠે તેમજ પ્રથમ મહિલા કરોડપતિ અને પ્રથમ જુનિયર કરોડપતિને બતાવવામાં આવ્યા છે. બતાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૦૦માં ૩ જુલાઈના રોજ શરૂ થયેલો આ શો આજે કેવી રીતે લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. આ ઈમોશનલ વીડિયો જાેઈને અમિતાભ બચ્ચન આખરે કહે છે કે, ચાલો ગેમને આગળ વધારીએ… કારણ કે ગેમ હજુ પૂરી નથી થઈ… છે કે નહીં.SSS