ક્ચરાની ગાડીમાં પાણીની બોટલો
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા કચરા નિકાલ માટે ઉપયોગમાં લેવામાં આવતી ગાડીમાં પાણીની બોટલ લઈ જવામાં આવે છે. મ્યુનિ. ભવનના મુખ્ય કાર્યાલય ખાતે જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા અને અગ્રણી કાર્યકર સાહેજાદ યુસુફ સૈયદે આ ગાડી પકડી હતી. તેમને કરેલી પૂછપરછ દરમ્યાન ડ્રાઇવરે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે મ્યુનિસિપલ ભવનમાં અધિકારીઓની ઓફીસ માટે આ ગાડીમાં પાણીની બોટલો લાવવામાં આવે છે. ઈમરાન ખેડાવાળા એ આ મુદ્દે તપાસ કરી કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.