ક્ચરામાં કંચન શોધવા ૧૩૬ કોન્ટ્રાક્ટરો મેદાનમાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/pirana-1024x576.jpg)
પ્રતિકાત્મક તસવીર
પીરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ માટે રાજકીય અને ખાનગી કોન્ટ્રાક્ટરો વચ્ચે હોડ લાગી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના કલંક સમાન પીરાણા ક્ચરાના ડુંગરને સાફ કરવા માટે કોન્ટ્રાક્ટરોમાં સ્પર્ધા થઈ રહી છે. પીરાણા ડમ્પ સાઈટના કામમાં “સોનાની ખાણ”નજરે ચઢતાં જ રાજકીય અને ખાનગી કોન્ટ્રાક્ટરોએ દોડધામ શરૂ કરી છે.
તથા મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં બે-વાર નહિં પરંતુ ૧૩૬ લોકોએ ક્ચરો સાફ કરવા રસ દાખવ્યો છે.
મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગ સોનાનું ઈંડુ આપતી મરઘી જેવો બની ગયો છે. પૂર્વ કમીશનર અને વર્તમાન ડાયરેક્ટરે સાંઠગાંઠ કરીને કચરાના ડુંગરને સમથળ કરવા માટે ઉંચા ભાવથી કોન્ટ્રાક્ટ આપ્યા હતા.
ડમ્પ સાઈટ પર બાયોમાઈનીંગ કરવા માટે માલિક રૂા.૬ લાખ ૪૦ હજારના ભાડાથી ટ્રો-મીલ મશીન મૂકવામાં આવ્યાં છે. ટ્રો-મીલ મશીનના લાઈટબીલનો ખર્ચ પણ તંત્ર ભોગવી રહ્યું છે.
નોંધનીય બાબત એ છે કે માત્ર રૂા.૩૦ લાખની કિંમતના ટ્રો-મીલ મશીન માટે રૂા.૬.૪૦ લાખ ભાડુ મળતા કોન્ટ્રાક્ટરો ન્યાલ થઈ ગયા છે. તથા મોટાભાગના કોન્ટ્રાક્ટરો મૂડી ઘરભેગી કરીને માત્ર નફો રળી રહ્યાં છે.
રાજકીય કોન્ટ્રાક્ટરોને આ બાબત થોડા મોડે સમજાઈ હતી તથા કોરોનાના આગમન પહેલા ૧૨ જેટલા રાજકીય ટ્રો-મીલ મશીન મૂકવામાં આવ્યા હતા.
ક્ચરામાં કંચન મળવાની વાત જાહેર થતાં જ રાજકીય કોન્ટ્રાક્ટરોએ દોડધામ શરૂ કરી હતી. જેના કારણે મ્યુનિ.કમીશનરે નવા ટેન્ડર જાહેર કરવા સુવિધા આપી હતી. મ્યુનિ.કમિશનરના આદેશ બાદ જાહેર કરવામાં આવેલા નવા ટેન્ડરમાં ૧૩૬ કોન્ટ્્રાક્ટરો એ ભાગ લીધો છે.
ટેન્ડર ભરવાના છેલ્લા દિવસે ૩૬ લોકોએ બીડ ભર્યા હતા. પીરાણા ડમ્પ સાઈટ માટે ૧૩૬ કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો છે પરંતુ તંત્ર દ્વારા માત્ર ૧૩ કોન્ટ્રાક્ટરોની જ પસંદગી કરવામાં આવશે.
તેમજ કોન્ટ્રાક્ટર દીઠ ત્રણ ટ્રો-મીલ મશીનના વડે ઓર્ડર આપવામાં આવી શકે છે. જાણકાર સૂત્રોએ જણાવ્યા મુજબ સોલિડ વેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીએ રૂા.૬ લાખ ૪૦ હજાર ભાડુ આપીને ભાણિયા-ભત્રીજાઓને ન્યાલ કર્યા છે.
![]() |
![]() |
કારણ કે જૂની દરખાસ્ત અને ઠરાવમાં માત્ર ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. પાર્ટી તથા મશીનની સંખ્યાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
તેથી એ.એમ.ટી.એસ.ની મનપસંદ મુસાફરી યોજનાની માસ્ક ટ્રો-મીલ મશીનમાં પણ મનપસંદ કોન્ટ્રાક્ટરોને જ ન્યાલ કરવામાં આવ્યાં છે.
જેમાં ૪૦ ટકા રાજકીય કોન્ટ્રાક્ટરો પણ સામેલ છે. મ્યુનિ.કમીશનરે નવા ટેન્ડર જાહેર કરાવ્યા બાદ ટ્રો-મીલ મશીન માટે માલિક ભાડાની રકમમાં ૫૦ ટકા ઘટાડો થઈ શકે છે.
તથા રૂા.ત્રણ લાખમાં ટ્રો-મીલ ભાડેથી મળે તેવી શક્યતા જાેવામાં આવે છે. તેથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ટ્રો-મીલ મશીન માટે અગાઉ મંજૂર થયેલ દરખાસ્તમાં મોટાપાયે ગેરરીતી હતી
જેને સ્ટેન્ડિંગ ચેરમેન સમજી શક્યા ન હતા. અથવા તો આંખ આડા કાન કરવામાં આવ્યા હશે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.