ક્યાંક તિલક કરીને તો ક્યાંક ડોરેમોને કર્યું વિદ્યાર્થીઓનું સ્વાગત
અમદાવાદ, રાજ્યમાં આજથી ગુજરાત શિક્ષણ બોર્ડની હેઠળની રાજ્યની પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીની તમામ શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. ૩૫ દિવસનું ઉનાળું વેકેશન પુરૂં થતા ફરીથી શાળાઓના કેમ્પસમાં વિદ્યાર્થીઓથી ધમધમ્યા છે.
કોરોનાકાળ બાદ નવું શૈક્ષણિક સત્ર શરું થતા વિદ્યાર્થીઓ અને શાળા તંત્રમાં નવો ઉંમગ દેખાઇ રહ્યો છે. ત્યારે અનેક શાળાઓએ નવી નવી રીતે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. ક્યાંક શિક્ષકોએ તિલક કરીને તો ક્યાંક વિદ્યાર્થીઓને કાર્ટૂન કેરેક્ટર દ્વારા આવકાર્યા હતા.
ધોરણ ૧થી ૧૨ની સ્કૂલોમાં ગત ૫મી મે બાદ ઉનાળું વેકેશન શરૂ થયુ હતું. સ્કૂલોમાં બોર્ડના કેલેન્ડર મુજબ ૩૫ દિવસનું વેકેશન અપાતું હોય છે અને કોરોનાને લીધે સ્કૂલોમા વાર્ષિક પરીક્ષાઓ મોડી શરું થતા ઉનાળું વેકેશન થોડુ મોડું શરૂ થયુ હતુ. જેથી નવું શૈક્ષણિક વર્ષ પણ એક સપ્તાહ જેટલું મોડું શરૂ થઈ રહ્યુ છે.
સ્કૂલોમા ઉનાળુ વેકેશન પૂર્ણ થયુ છે અને આજથી એટલે ૧૩મીથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ વિધિવત રીતે શરૂ થશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલો કે જે ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી છે તેમાં આવતીકાલે ૧૩મીથી શિક્ષણકાર્ય શરૂ થશે.
જામનગર સહિત ગુજરાતમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે ત્યારે શાળા-કોલેજાે પણ શરૂ થયા છે. જામનગરમાં સવારથી જ શાળાએ બાળકો પ્રવેશતા તેમનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અને પ્રથમ દિવસે શાળામાં નવા આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે નાના બાળકો માટે મનોરંજનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જામનગરની એક સ્કુલ ખાતે ખાસ જમ્પિંગ, સ્લાઇડર અને ડોરીમેન તેમજ છોટાભીમ જેવા કાર્ટૂનના વસ્ત્રો પરિધાન કરી બાળકોને મનોરંજન પુરુ પાડવામાં આવ્યું હતું.
જામનગરમાં પ્રથમ દિવસે બાળકો શાળામાં પ્રવેશ કરતાં જ શાળામાં પણ કિલ્લોલ જાેવા મળી રહ્યો છે. રાજ્યની ૫૫ હજારથી વધુ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો વેકેશનની મજા માણ્યા બાદ સ્કૂલોમાં ગયા છે. સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી આ વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું નથી.
આ શૈક્ષણિક વર્ષ સીબીએસઈ પેટર્ન મુજબ માર્ચ અંત સુધીનું રહેશે કે પહેલાની જેમ એપ્રિલ અંત સુધીનું રહેશે તે હજુ નક્કી નથી બોર્ડની નવી શિક્ષણ સમિતિ ગુજરાત બોર્ડની સ્કૂલોની શૈક્ષણિક પેટર્ન, દિવસો અને કેલેન્ડર નક્કી કરાશે.SS1MS