Western Times News

Gujarati News

ક્યાં ખબર હતી આપણી પહેલી અને છેલ્લી ફિલ્મ હશે

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતી સેનન સ્ટારર ફિલ્મ રાબતાના આજે ૪ વર્ષ પૂરા થયા છે. દિનેશ વિજાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જીમ સરભ, રાજકમાર રાવ અને વરુણ શર્મા સપોર્ટિંગ રોલમાં હતા. ફિલ્મના ચાર વર્ષ પૂરા થતાં ક્રિતી સેનને સોશિયલ મીડિયા પર હૃદયસ્પર્શી નોટ લખીને સુશાંત અને ફિલ્મની ટીમને યાદ કરી છે. ક્રિતીએ ફિલ્મનો બીટીએસ (બિહાઈન્ડ ધ સીન) વિડીયો શેર કર્યો છે. સાથે ક્રિતીએ કેપ્શનમાં લખ્યું, તન લડે, તન મુક જાયે, રૂહ જૂડી, જૂડી રહ જાયે હું કનેક્શનમાં માનું છું.

હું માનું છું કે આપણું જે લોકોને મળવાનું નક્કી હોય તેને મળીએ જ છીએ. સુશાંત, દિનો અને મેડોક ફિલ્મ્સ સાથેના મારા રાબતા થવાનું નક્કી હતું. ફિલ્મો આવે છે અને જાય છે પરંતુ દરેક ફિલ્મ પાછળ ઘણી ઘણી યાદો જાેડાયેલી હોય છે. આપણે જે કનેક્શન બનાવીએ છીએ અને જે પળ એકબીજા સાથે વિતાવીએ છીએ તે હંમેશા આપણી અંદર રહે છે. કેટલીક બીજી કરતાં પણ વધારે હોય છે. રાબતા મારો ઉત્તમ પૈકીનો એક અને યાદગાર અનુભવ હતો અને તે હંમેશા મારા દિલની નજીક રહેશે.

પરંતુ મને ક્યાં ખબર હતી કે આ આપણી પહેલી અને છેલ્લી હશે. આ પોસ્ટની છેલ્લી લાઈન ક્રિતીએ સુશાંતને ઉદ્દેશીને લખી છે કારણકે આ ફિલ્મ સુશાંત સાથેની તેની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. ક્રિતીએ આ પોસ્ટ શેર કરતાં જ તેની બહેન નૂપૂર સેનન, અથિયા શેટ્ટી, મુકેશ છાબરા સહિતના સેલેબ્સે હાર્ટનું ઈમોજી પોસ્ટ કરીને કોમેન્ટ કરી હતી. ફિલ્મની વાત કરીએ તો પુર્નજન્મના પ્રેમીઓ આધારિત આ ફિલ્મ હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, ક્રિતી પાસે કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ્‌સ છે.

થોડા દિવસ પહેલા જ ક્રિતીએ વરુણ ધવન સાથે ફિલ્મ ‘ભેડિયા’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ઉપરાંત ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ‘ગણપત’માં જાેવા મળશે. અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ તેમજ લક્ષ્મણ ઉત્તેકરની ફિલ્મ ‘મિમિ’ પણ ક્રિતી પાસે છે. આ ઉપરાંત ક્રિતી સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં જાેવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ રામના રોલમાં, ક્રિતી સીતાના, સની સિંહ લક્ષ્મણના અને સૈફ રાવણના રોલમાં જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.