ક્યારેય ના જાેયેલા અવતારમાં દેખાશે અભિનેતા શાહરૂખ ખાન

મુંબઈ, ૨૦૧૮થી ફિલ્મી પડદેથી ગાયબ શાહરૂખ ખાન હવે એક પછી એક દમદાર ફિલ્મોની જાહેરાત કરી રહ્યો છે. પઠાણ અને ડંકી બાદ હવે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટીઝર સામે આવ્યું છે. અતલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મનું નામ જવાન હશે તેવી ચર્ચા છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી.
આખરે ૩ જૂને શાહરૂખ ખાને ફિલ્મનું ટીઝર રિલીઝ કરીને તેનું નામ જવાન હોવાની પુષ્ટિ કરી દીધી છે. ફિલ્મનું ટીઝર જાેતાં લાગે છે કે, શાહરૂખ ખાનની આ ફિલ્મ દમદાર એક્શન સીન, લોહિયાળ દ્રશ્યો અને અગાઉ ના જાેયેલો હોય તેવો શાહરૂખ ખાનનો અવતાર બતાવશે.
ટીઝરમાં જાેઈ શકો છો કે, શાહરૂખ ખાનના હાથમાં પાટો બાંધેલો જાેવા મળે છે. સાથે જ ફિલ્મ સસ્પેન્સથી પણ ભરેલી હશે તેનો ઈશારો કરે છે. ફિલ્મ પાંચ ભાષા- હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મ ૨ જૂન ૨૦૨૩ના રોજ દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થશે.
આ ફિલ્મ વિશે વાત કરતાં શાહરૂખ ખાને કહ્યું, જવાન એવી વાર્તા છે જે ભાષા, સરહદોના સીમાડા તોડી નાખશે અને બધા જ વર્ગના દર્શકો તેને માણી શકશે. આવી યૂનિક ફિલ્મ બનાવવાનો શ્રેય અતલીને જાય છે. મને એક્શન ફિલ્મો પસંદ છે ત્યારે મારા માટે પણ આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ અતલીએ યાદગાર બનાવ્યો છે. ટીઝર ફિલ્મ કેવી હશે તેની ઝલક માત્ર છે.
આ ફિલ્મ બનાવવામાં કેટલી મહેનત લાગી તે વિશે વાત કરતાં ડાયરેક્ટર અતલીએ કહ્યું, જવાનમાં દરેક માટે કંઈકને કંઈ જાેવાનું છે. એક્શન, ઈમોશન, ડ્રામા બધું જ આંતરિક રીતે જાેડાઈને જાેવા જેવી ફિલ્મ બનાવશે.
હું દર્શકોને અગાઉ ક્યારેય ના થયો હોય તેવો અનુભવ કરાવવા માગુ છું. એક એવી ઘટના જેને તેઓ સાથે મળીને માણશે. આના માટે શાહરૂખ ખાનથી વધુ સારું કોણ હોઈ શકે? ફિલ્મમાં તે પણ અગાઉ ના જાેયેલા અંદાજમાં જાેવા મળશે.
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના ફેન્સ માટે ૨૦૨૩નું વર્ષ યાદગાર રહેશે કારણકે કિંગ ખાનની એકસાથે ત્રણ ફિલ્મો આવી રહી છે. પઠાણ, ડંકી અને જવાન દ્વારા કિંગ ખાનને જુદા-જુદા અવતારમાં જાેવા માટે ફેન્સ અત્યારથી જ ઉત્સુક છે.SS1MS