ક્રાઈમબ્રાંચે રાણીપ નજીકથી દેશી દારૂના મોટા જથ્થા સાથે એેકને ઝડપ્યો
મોટેરા સાબરમતીના પટમાંથી માલ ભરી લાવ્યો હતો |
(પ્રતિનિધિ) અમદાવાદ : દારૂ તથા જુગાર વિરૂધ્ધની કાર્યવાહી શહેર ક્રાઈમબ્ચે ગતરોજ અઢીસો લીટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો ઉપરાંત એક શખ્સની પણ અટક કરવામાં આવી હતી. ક્રાઈમબ્રાંચની ટીમ પ્રોહીબિશનની કાર્યવાહીમાં વ્યસ્ત હતી એ સમયે બાતમી મળી હતી કે એક શખ્સ કારમાં દેશી દારૂનો જથ્થો લઈ રાણીપ ખાતેથી પસાર થવાનો છે
આ માહીતીને આધારે ક્રાઈમબ્રાંચની ટીમો બલોલનગર સરદારચોક નજીક વોચમાં ગોઠવાયા હતા. જયાંથી બપોરે બે વાગ્યાના સુમારે દારૂનો જથ્થો ભરેલી સ્વીફટ કાર પસાર થતા તેને કોર્ડન કરી ડ્રાઈવરની પુછપરછ કરી હતી
જેમાં તેનું નામ રમેશ ઠાકોર (ઉ.વ.૩૩) હોવાનું તથા અઢી સો લિટર દારૂનો જથ્થો મોટેરા કોટેશ્વર મંદીરની પાછળ સાબરમતી નદીના પટમાંથી નાનકુ શકરા નામના શખ્સે ભરી આપ્યો હોવાનું ખુલ્યું હતું
જેના પગલે ક્રાઈમબ્ચે રમેશની અટક કરી દેશી દારૂ તથા કારને જપ્ત કરી હતી જયારે નાનકુ શકરાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં પોલિસની ચાર ટીમો દેશી દા\ના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે અને હવે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પણ ખાનગી ડ્રેસમાં વોચ રાખી રહ્યા છે.