ક્રાઈમબ્રાંચે ૪૬ કિલો ગાંજા સાથે બે ઈસમને ઝડપી લીધા
અમદાવાદમાં છુટક વેચાણ માટે ગાંજાે મહારાષ્ટ્રથી મંગાવ્યો હતો
(પ્રતિનિધિ) અમદાવાદ,: અમદાવાદના યુવાનોમાં નશીલા પદાર્થોનું સેવન કરવાનો ક્રેઝ ખુબ જ વધ્યો છે જેને પગલે નશીલા પદાર્થોનો વેપાર કરતા શખ્સો ખુબ જ સક્રીય થયા છે અને યેનકેન પ્રકારે ડ્રગ્સ અને દારૂ ઉપરાંતના પદાર્થો શહેરમાં ઘુસાડી રહયા છે ખાસ કરીને ગાંજાે, એમડી તથા અન્ય ડ્રગ્સનું સેવન હાલમાં ખુબ જ વધ્યુ છે જેને પગલે શહેર પોલીસ ઉપરાંત એજન્સીઓ પણ સક્રીય થતાં કેટલાય ગુનેગારો પકડાય છે ત્યારે ક્રાઈમબ્રાંચે ૪૬ કિલો ગાજાનાં જથ્થા સાથે બે ઈસમોને દાણીલીમડા અને વટવામાંથી ઝડપીને મોટી સફળતા મેળવી છે.
ક્રાઈમબ્રાંચના પીઆઈ પી.બી. દેસાઈની ટીમને વટવા અલબશરપાર્કમાં રહેતા શફીક અહેમદ રસીદ અહેમદ શેખ (૪૭) તથા દાણીલીમડામાં કબીર હાઈટસ ખાતે રહેતો જાકીર અહેમદ ઉર્ફે કાલુ અબ્દુલકબીર શેખ (૪૬) પોતાના ઘરેથી ગાંજાે વેચતા હોવાની બાતમી મળી હતી જેના પગલે આ બંનેના ઘરે દરોડો પાડતાં પ્લાસ્ટીકમાં પેક કરેલાં પાર્સલોમાંથી ગાંજાે મળી આવ્યો હતો કુલ ૪૬ કીલો ગાંજાના જથ્થાની કિમત ૪.૬૭ લાખ રૂપિયા જેટલી છે ઉપરાંત મોબાઈલ ફોન સહીતનો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓ પૈકી જાકીર વિરુધ્ધ ક્રાઈમબ્રાંચ તથા દાણીલીમડા સહીતના પોલીસ સ્ટેશનમાં દારૂ વેચાણના કેસ થઈ ચુકયા છે. કડક પુછપરછમાં જાકીર ઉર્ફે કાલુ અગાઉ ઈંગ્લીશ દારૂનો ધંધો કરતો હતો જેમાં તેને પાસા થયા હતા તે જામનગર જેલમાં હતો એ દરમિયાન સુરેશ પાટીલ (મહારાષ્ટ્ર) સાથે તેને ઓળખ થઈ હતી
જેનો સંપર્ક કરી મહારાષ્ટ્રથી ગાંજાે મંગાવીને તે શહેરમાં છુટક વેચતો હતો. દરમિયાન તે એસઓજીના હાથે પણ ઝડપી ચુકયો હતો અને જેલમાંથી જામીન પર છુટયા બાદ તેણે ફરી ગાંજાે મંગાવતા સુરેશે ટ્રકમાં ડુંગળીના જથ્થા નીચે ૬૦ કિલો ગાંજાે મોકલાવ્યો હતો. જે તેણે વેજલપુર એપીએમસીમાંથી મેળવીને તેના મિત્ર શફીક એહમદના ઘરે લઈ ગયો હતો જાકીર તથા શફીક બંને આ ગાંજાે છુટકમાં વેચતા હતા.
આટલા મોટા પ્રમાણમાં ગાંજાે મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા છે અને સુરેશની શોધ શરૂ કરી છે ઉપરાંત તે અમદાવાદમાં અન્ય કોઈને ગાંજાે મોકલાવતો કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છ