ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે પીછો કરી ૭૫૦ લીટર દેશી દારૂ ઝડપ્યોઃ કાર ચાલક ફરાર
સાબરમતીનાં પટમાં ચાલતી ભઠ્ઠી પર પોલીસનાં દરોડાઃ ૧૫૦ દારૂ અને ૧૦૦૦ લીટર વોશનો નાશ
(પ્રતિનિધિ)અમદાવાદ: ક્રાઈમ બ્રાંચ તથા રીવરફ્રન્ટ પોલીસે બે જગ્યાએ અલગ અલગ કરેલી કાર્યવાહી દરમિયાન કુલ ૯૦૦ લિટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જેમાં રીવરફ્રન્ટ પોલીસે દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી દેશી દારૂ વોશ સહિતનાં જથ્થાનો નાશ કર્યાે હતો.
આ અંગેની વિગત એવી છે કે ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી એ વખતે હાટકેશ્વર બ્રીજ નીચે શંકાસ્પદ હાલતમાં પૂરઝડપે આવતી કારને રોકવાનો પ્રયત્ન કર્યાે હતો. જાેકે કારચાલકે તે ભગાવી મુકતાં ક્રાઈમ બ્રાંચની ટીમે ફીલ્મી ઢબે તેનો પીછો કરતાં હાટકેશ્વર નહેરુનગરનાં નાકા આગળ ચાલક ચાલુ કાર મુકી નાસી ગયો હતો. જેથી પોલીસે કારની તપાસ કરતાં પાછળની સીટમાંથી જ પ્લાસ્ટીકનાં થેલાં મળી આવ્યા હતાં. જેમાંથી ૭૫૦ લીટરનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મોટી માત્રામાં જથ્થો જાેઈ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. બાદમાં દારૂનો જથ્થો તથા કાર જપ્ત કરી કારનાં રજીસ્ટ્રેશનનાં આધારે આરોપીને શોધવાની તજવીજ કરી છે.
જ્યારે રીવરફ્રન્ટ વેસ્ટની ટીમે બાતમીને આધારે આશારામ આશ્રમની પાછળ નદીના પટમાં દરોડો પાડ્યો હતો. જ્યાં દારૂની ભઠ્ઠી ચલાવતાં કમલેશ તથા દિલીયો ઠાકોર (શિવનગર સોસાયટી, મોટેરા)નામનાં બે ભાઈઓ મળી આવ્યા હતાં. પોલીસે ભઠ્ઠી પરથી ૧૫૦ લીટર દેશી દારૂ તથા ૧૦૦૦ લીટર વોશનો નાશ કર્યાે હતો. પૂછપરછમાં વિજય રાઠોડ, બદુ રાઠોડ, છોગાજી ઠાકોર (ચાંદખેડા)તથા દિનેશ ઠાકોર (નર્સરી, મોટેરા)નામના બુટલેગરો પોલીસ કાર્યવાહીની થોડી વાર પહેલાં જ મોટી માત્રામાં દારૂ લઈ ગયા હોવાનું ખુલ્યું હતું. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.