ક્રાઈમ બ્રાન્ચે જમવા બેઠેલા આરોપીઓને દબોચી લીધા
પોલીસે કરેલી આ કાર્યવાહીનો વીડિયો વાયરલ થયો, ઝડપાયેલાઓમાંનો એક શખ્સ વાહન ચોર હોવાનું ખુલ્યું
અમદાવાદ , અત્યારે સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલું દિલધડક ઓપરેશન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો પોલીસની ટીમ જમવા બેઠેલા આરોપીને દબોચી લીધા હતા.
ફિલ્મમાં બતાવવામાં આવતા સીન જેવી જ રીતે પોલીસની ટીમે આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસની ટીમની કાર્યવાહી દરમિયાન રેસ્ટોરન્ટમાં ઉપસ્થિત અન્ય લોકો પણ આ નજારો જાેવા માટે ટોળે વળ્યા હતા. જ્યારે કેટલાક લોકો આ જાેઈને ડરી ગયા હતા.
વાયરલ થઈ રહેલો આ વીડિયો પહેલા ભરૂચ દેરોલ ચોકડી પાસેનો હોવાનું માનવામાં આવતું હતું. જાેકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ દિલધડક ઓપરેશ કરવામાં આવ્યું હતું. અને આ વીડિયો પાટણનો હોવાનો પણ ખુલાસો થયો છે.
બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી. અને આરોપીઓને દબોચી લીધા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી વાહન ચોર હતો અને તેમની પાસેથી કોઈ ઘાતક હથિયારો મળ્યા નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે આરોપી પાસેથી લાઈટર મળ્યું હતું. અને તેના કાકાના ઘરેથી હથિયાર મળી આવ્યું હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
વીડિયોમાં એક રેસ્ટોરન્ટ દેખાઈ રહી છે. અને ચાર યુવકો એક ટેબલ ઉપર બેઠા છે. અને તે કચાજ જમવાનો ઓર્ડર પણ આપી દીધો હશે. તેઓ રાહ જાેઈને બેઠા હતા ત્યારે ચાર પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં આવે છે અને બાજુના ટેબલ ઉપર બેશે છે. થોડી જ ક્ષણોમાં યુવકો કંઈ સમજે તે પહેલા ટેબલ પર બેઠેલા પોલીસ કર્મચારીઓ યુવકોને દબોચી લે છે. આ સાથે અન્ય પોલીસ કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચે છે. યુવકોને તપાસ કરીને પકડી પાડે છે.
એક યુવકને પોલીસ જમીન પર સુવડાવી દે છે અને તેની પણ તલાશી લે છે. આ દિલધડક ઓપરેશનથી જમવા આવેલા અન્ય લોકોમાં પણ ભય ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ અમદાવાદના રસ્તાઓ ઉપર પણ દિલધડક ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં ફિલ્મી સ્ટાઈલમાં પીએસાઈએ આરોપીઓને રોડ ઉપર દોડીને પકડ્યા હતા. આ આરોપી જુહાપુરાનો ડોન હોવાનું પણ ખુલ્યું હતું.