ક્રિકેટર ઋષભ પંત ગેમ ચેન્જર સાબિત થઈ શકે
અશ્વિનએ જણાવ્યું કે,પંતની રમવાની શૈલી અને ગેમને થોડાક સમયમાં બદલવાની ક્ષમતા તેને ખાસ પ્લેયર બનાવે છે
નવી દિલ્લી: હાલમાં જ થયેલા એક ઇન્ટરવ્યુમાં ઇન્ડિયાનાં સ્ટાર સ્પિનર રવિ અશ્વિન એ જણાવ્યું કે વિરાટ કોહલી કે રોહિત શર્મા નહીં પણ આ પ્લેયર પોતાના દમ પર ગેમ ચેન્જ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ટીમ ઇન્ડિયાની જીતમાં ૨૩ વર્ષીય વિકેટ-કીપર બેટ્સમેન રિષભ પંત મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. રવિ અશ્વિન એ જણાવ્યું કે, આપણે બધા જાણીએ જ છીએ કે રિષભ પંતની રમવાની શૈલી અને ગેમને થોડાક જ સમયમાં બદલવાની ક્ષમતા એને ખાસ પ્લેયર બનાવે છે.
કોઈ પણ ટીમ પાસે આવો એક એક્ષ ફેક્ટર પ્લેયર હોવો ટીમના મનોબળ ને પણ મજબુત કરે છે. રવિ અશ્વિને વધુ માં જણાવ્યું કે, ઇંગ્લેન્ડની પરિસ્થિતિ મુજબ ૫ સીમ બોલર્સ રમાડવા જરૂરી છે એવા માં છઠ્ઠા નંબર પર રિષભ પંત જેવો પ્લેયર હોવો એ ટીમના કોમ્બીનેશન માટે પણ બહુ જ જરૂરી છે. એક વર્ષ પહેલા, તો એવા પ્રશ્નો હતા
શું પંતને ટીમમાં બીજી તક આપવી જાેઈએ. બેટીંગની સાથે સાથે એની કિપીંગ ની પણ ભારે પ્રમાણ માં આલોચના થઇ હતી. પણ ૨૦૨૦ ના અંતમાં ઓસ્ટ્રેલિયાની સરજમીન પર પંત ભારતની યાદગાર ટેસ્ટ સિરીઝ જીતનો હીરો બન્યો. તેણે સિડનીની ત્રીજી ટેસ્ટમાં ૯૭ રનની સનસનાટીભરયાં પ્રદર્શન થી એ ટેસ્ટ બચાવી એટલું જ નહિ ,
બ્રિસ્બેન ટેસ્ટના અંતિમ દિવસે તેની અણનમ ૮૯ રનની અવિશ્વસનીય બેટીંગના લીધે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનાં કિલ્લા ગણાતા એવા ગબ્બામાં વિજય મેળવ્યો હતો. વધુમાં રવિ અશ્વિને એ પણ જણાવ્યું કે જાે બધા ખેલાડીઓ વિરાટ કોહલીની સાથે ઉભા રહીને પોતાનો ફાળો સારી રીતે ભજવે તો ટીમ ઇન્ડિયા આ ફાઈનલ જીતવાની પ્રબળ દાવેદાર છે.