ક્રિકેટર મનદીપ સિંહના વર્કઆઉટ વીડિયો પર વિરાટ કોહલીએ પંજાબીમાં કરી કમેન્ટ
મોહાલી: કોરોના વાયરસ મહામારી દરમિયાન, આ પરિસ્થિતિમાં બધા ખેલાડીઓ પોતાને વ્યસ્ત રાખવા કોઈપણ કાર્ય કરતા રહેતા હોય છે. હવે ઘણા ખેલાડીઓએ આઉટડોર ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં આઈપીએલ રમતા ખેલાડીઓ પણ લીગની રાહ જાેઈ રહ્યા છે અને પોતાને ફીટ રાખી રહ્યા છે. કે.એલ રાહુલ, સુરેશ રૈના અને વિરાટ કોહલી સિવાય ઘણા અન્ય ખેલાડીઓ પણ તેમના વર્કઆઉટનો વીડિયો શેર કરતા રહે છે. ત્યારે, આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમનારા મનદીપસિંહે તેની વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો છે. તેના પર ટીમ ઈન્ડિયા અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ એક કમેન્ટ કરી હતી.
મનદીપે શેર કરેલા આ વીડિયોમાં તે દોડી રહ્યો છે, પરંતુ તે તેના પગને જમીનથી ઉપર ઊંચો નથી કરી રહ્યો. તેના પર વિરાટે એક કમેન્ટ કરી હતી, ‘પૈરા ઔર ઉઠા કર ભાગો’ તેના પર મનદીપે જવાબ આપ્યો ‘વિરાટ કોહલી પૈરા ઉઠા કર ભાંગડા કર સકતા હું, ભાગને મેં દિકકત આયેગી પાજી’ મનદીપની આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો, તેને અત્યાર સુધીમાં ૯૭ મેચ રમ્યા છે. જેમાં તેણે ૧૫૨૯ રન બનાવ્યા છે. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ ૧૨૪ હતો. ઉલ્લેખનીય છે, કે તે આઈપીએલમાં વિરાટ સાથે આરસીબી માટે રમ્યો છે. હવે ૨૮ વર્ષનો મનદીપ પંજાબ તરફથી રમે છે.