Western Times News

Gujarati News

ક્રિકેટર મનોજ તિવારીનું રાજકારણમાં ડેબ્યું, શિવપુર સીટ પર વિજય મેળવ્યો

કોલકતા: પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલા મનોજ તિવારીએ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાંથી શિવપુર સીટ પરથી જીત મેળવી હતી. તેણે બીજેપીના ડો. રતિન ચક્રવર્તીને હરાવ્યો છે. ચૂટણી પહેલા ટીએમસી સાથે છેડો ફાડીને ભાજપમાં જાેડાયા હતા ચક્રવર્તી હાવડાના મેયર પણ રહી ચૂક્યા છે.

પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ નવા ચહેરા તરીકે શિવપુર બેઠક પરથી મનોજ તિવારીને ટીકીટ આપી હતી.
આ બેઠક પરથી ત્રણ વખત ટીએમસીના ધારાસભ્ય જાતુ લાહિડી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં પાર્ટી છોડીને ભાજપમાં જાેડાયા હતા. આ બેઠક પર મજબૂત પકડ જાળવનારા-૮૪ વર્ષીય લાહિડીએ અહીં ૧૯૯૧ અને ૧૯૯૬માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. ટી.એમ.સી. ક્રિકેટર ઉમેદવારને પણ પક્ષના આંતરિક મતભેદોના કારણે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે,

જ્યાં જિલ્લાના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ કાઉન્સિલરોએ ઉમેદવારોની યાદીમાં નામ ન હોવાને કારણે દેખાવો કર્યા હતા. લહિરીએ ૨૦૧૧માં ટીએમસીની ટિકિટ પર ફોરવર્ડ બ્લોકના ઉમેદવાર ભટ્ટાચાર્યને ૪૬,૦૦૦ મતોથી પરાજિત કર્યો હતો અને પાંચ વર્ષ માટે પછી ફરીથી આ બેઠક જીતી લીધી હતી, જાેકે જીતનું અંતર માત્ર ૨૭,૦૦૦ હતું. તે સમયે આ બેઠક પર બીજેપી ક્યાંય જાેવા મળતી ન હતી, પક્ષને ૨૦૧૧ અને ૨૦૧૬ માં અનુક્રમે ૩૯૬૭ અને ૧૩૩૬૭ મત મળ્યા હતા.

અહીં ૨૦૧૯ ની સામાન્ય ચૂંટણીમાં એક મોટી પરિવર્તન જાેવા મળ્યું હતું. જ્યારે ભગવા લહેરાની મદદથી ભાજપના હાવડા સદરના ઉમેદવાર રણતિદેબ સેનગુપ્તાને આ વિધાનસભામાં ૬૬૬૪૪ મતો મળ્યા હતા અને તે તત્કાલિન ટીએમસીના સાંસદ અને ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન હતા. પ્રસૂન જાેશી પડકાર આપનાર ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા.

મનોજ તિવારીએ ભારત તરફથી ૧૨ વનડે અને ત્રણ ટી -૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે સદી અને અડધી સદીની મદદથી વન ડેમાં કુલ ૨૮૭ રન બનાવ્યા જ્યારે તે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં માત્ર ૧૫ રન જ બનાવી શક્યો હતો. તેણે આઈપીએલમાં કેકેઆરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં ૧૨૫ ફર્સ્‌ટ ક્લાસ મેચ રમી હતી અને કુલ ૮૯૬૫ રન બનાવ્યા હતા જેમાં ૨૭ સદી અને ૩૭ અડધી સદીનો સમાવેશ છે. ઘરેલું ક્રિકેટમાં તે બંગાળ ટીમનો કેપ્ટન પણ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.