ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ CSKની નવી જર્સી લોન્ચ કરી
નવી દિલ્હીઃ ચેન્નઇ સુપરકિંગ્સની ટીમ આઇપીએલ ૨૦૨૧માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. એમએસ ધોનીની ટીમ પણ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતની આ મેગા ટી-૨૦ લીગ પહેલાં માહીને પોતાના ફેન્સને પોતાની ઝલક બતાવી છે. ચેનઇ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોની આઇપીએલ ૨૦૨૧ માટે નવી જર્સી લોન્ચ કરી દીધું છે. સીએસકેએ પોતાના ટિ્વટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે
જેમાં માહી તમિલ ભાષામાં બોલતાં જાેવા મળી રહ્યા છે. સીએસકેની આ નવી જર્સીમાં ઇન્ડીયન આર્મીને સન્માન આપતાં તેનો ‘કૈમોફ્લોઝ’ પણ નાખવામાં આવ્યો છે. જર્સીમાં ફ્રેંચાઇઝીના લોગો ઉપર ૩ સ્ટાર છે, જે વર્ષ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮ માં મળેલા ખિતાબની જીતની સાક્ષી રહી છે.
આર્મીને સન્માન આપવા માટે ક્રિકેટ ફેન્સ આ ફ્રેંચાઇઝીની જાેરદાર પ્રશંસા કરી રહ્યા છે. આઈપીએલ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચાહકોમાં પણ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે ચેન્નઈ સુપક કિંગ્સના કેપ્ટન એટલે કે મહેન્દ્રસિંહ ધોનીએ સીએસકેની નવી જર્સી લોન્ચ કરી હતી.