Western Times News

Gujarati News

ક્રિકેટર યુવરાજસિંહ સામે એસસી એસટી એકટનો કેસ

ચંડીગઢ: ક્રિકેટર યુવરાજસિંહ અનુસૂચિત સમાજ વિરૂધ્ધ કરવામાં આવેલ એક ટીપ્પણીના મામલામાં ફસાયેલો નજરે આવી રહ્યો છે તેને લઇ હરિયાણાનાં હાંસી પોલીસ સ્ટેશનમાં પોલીસે યુવરાજસિંહની વિરૂધ્ધ એસસી એસટી એકટ હેઠળ મામલો દાખલ તર્યો છે આ મામલાની વીડિયો વાયરલ થઇ છે.

દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસને યુવરાજસિંહની વિરૂધ્ધ હાંસીના પોલીસ અધીક્ષકને એક ફરિયાદ આપી તેની વિરૂધ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમ હેઠળ મામલો દાખલ કરવાની માંગ કરી એ યાદ રહે કે એક જુન ૨૦૨૦ના રોજ સોશલ મીડિયા પર ક્રિકેટર રોહિત શર્મા અને યુવરાજસિંહની પરસ્પરમાં વાતચીતનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજે અનુસૂચિત સમાજ પર એક અશોભનીય અને અપમાનજનક ટીપ્પણી કરી હતી તેના પર ખુબ વિવાદ થયો હતો

અધિવકતા રજત કલસને આ બાબતમાં કહ્યું કે તેમણે તે સમયના એસપી લોકેન્દ્રને ફરિયાદ કરી હતી જેમાં તેમણે દેશના અનુસૂચિત સમાજની વિરૂધ્ધ સોશલ મીડિયા પર ટીપ્પણી કરવાની બાબતમાં યુવરાજ સિંહની વિરૂધ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી હતી.તેમણે કહ્યું કે આ ટીપ્પણીને સમગ્ર દેશના અનુસૂચિત સમાજના લોકોએ જાેઇ છે અને તેનાથી દલિત સમાજની ભાવનાઓને ઠેંસ પહોંચી છે આથી યોગ્ય કાર્યવાહી કરવી જાેઇએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.