Western Times News

Gujarati News

ક્રિકેટર હરભજન સિંહ બીજીવાર પિતા બનશે

નવી દિલ્હી: ૨૦૨૦-૨૧માં ઘણાં સેલિબ્રિટીઝે પેરેન્ટ્‌સ બનાવાના ગુડ ન્યૂઝ આપ્યા છે. ફિલ્મ, ટેલિવિઝન, મ્યૂઝિક અને ક્રિકેટની દુનિયાની ઘણી હસ્તીઓ પહેલીવાર તો કેટલાક સેલેબ્સ બીજીવાર પેરેન્ટ્‌સ બન્યા છે. ગયા મહિને જ બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બીજીવાર પેરેન્ટ્‌સ બન્યા છે. અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી પણ જાન્યુઆરી ૨૦૨૧માં પેરેન્ટ્‌સ બન્યા હતા. ત્યારે હવે ક્રિકેટ અને ફિલ્મી દુનિયાની વધુ એક જાેડી બીજીવાર પેરેન્ટ્‌સ બનવા જઈ રહી છે. ગીતા બસરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બીજી પ્રેગ્નેન્સીના ન્યૂઝ શેર કર્યા છે.

ગીતાએ પતિ હરભજન અને દીકરી હિનાયા સાથેની સુંદર તસવીરો શેર કરીને આ ન્યૂઝ શેર કર્યા હતા. ગીતાએ લખ્યું, કમિંગ સૂન જુલાઈ ૨૦૨૧માં. મતલબ કે, જુલાઈ ૨૦૨૧માં ગીતા અને હરભજનના બીજા સંતાનનો જન્મ થશે. તસવીરોમાં જાેઈ શકો છો કે ત્રણેયે બ્લૂ રંગના કપડાં પહેર્યા છે.

એક તસવીરમાં હિનાયા મમ્મીને ભેટીની ઊભી છે જ્યારે ભજ્જીનો હાથ પત્નીના બેબી બંપ પર છે. બીજી તસવીરમાં હિનાયાના હાથમાં સૂન ટુ બી બિગ સિસ્ટર લખેલી ટી-શર્ટ છે. એક તસવીરમાં હિનાયા બેબી બંપને કિસ કરી રહી છે. ગીતાએ આ તસવીરો શેર કરતાં જ ફેન્સ અને ફોલોઅર્સ તરફથી શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ગીતા અને હરભજને ૨૦૧૫માં લગ્ન કર્યા હતા અને ૨૦૧૬માં તેમની દીકરી હિનાયાનો જન્મ થયો હતો. એક ઈન્ટરવ્યૂમાં ગીતાએ દીકરી વિશે વાત કરતાં કહ્યું હતું

‘મારી દીકરી જિદ્દી નથી અને આ બાબતે અમે નસીબદાર છીએ. હિનાયાને હરભજન અને મારી સાથે સમય પસાર કરવો ગમે છે. એક ઓનલાઈન ક્લાસમાં ભણવા ઉપરાંત હિનાયા પેઈન્ટિંગ પણ શીખી રહી છે. ગીતાએ એમ પણ કહ્યું કે, લોકડાઉન દરમિયાન તે અને હરભજન વધુ નિકટ આવ્યા છે. અગાઉ તેમને આટલો બધો સમય ક્યારેય સાથે વિતાવવા નહોતો મળ્યો. આ સમયગાળામાં ગીતા પોતાના વિશે અને પતિ વિશે ઘણું જાણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.