Western Times News

Gujarati News

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન

ગાંધીનગર: વડોદરા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું છે. વડોદરામાં રહેતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ત્યારે કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી ૨૦ ટુર્નામેન્ટ છોડી વડોદરા જવા રવાના થયા હતા. કૃણાલ પંડ્યા વડોદરાની ટીમના કેપ્ટન હતા.

ત્યારે કૃણાલ પંડ્યાની જગ્યાએ કેદાર દેવધરને વડોદરા ટીમના કેપ્ટન બનાવાયા છે. વન ડે, ટી-૨૦ અથવા ટેસ્ટ આમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની ઉપયોગિતા સાબિત કરનાર હાર્દિક પંડયાએ ખૂબ જ ટૂંકા સમયમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. બંને ભાઈઓએ એકસાથે ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. અને બહુ જ ઓછા સમયમાં પોપ્યુલારિટી મેળવી લીધી હતી. તેના બાદ હાર્દિક પંડ્યા સતત સમાચારમાં ચમકતો રહ્યા છે.

તેમની સ્ટાઈલથી લઈને નતાશા સાથેની તેમની સગાઈ અને બાદમાં દીકરાના જન્મથી પંડ્યા પરિવાર સતત ચર્ચામાં રહ્યો છે. ગત ફાધર્સ ડે પર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાના પિતા વિશે ભાવુક પોસ્ટ લખી હતી. બંને ભાઈઓ પોતાના પિતાની બહુ જ નજીક હતા. તેણે પિતા હિમાંશુ પંડ્યા અને ભાઈ કૃણાલ પંડ્યા સાથેની તસવીરો શેર કરી હતી.

સાથે જ લખ્યું હતું કે, ‘આશ્ચર્ય છે કે, સમય કેવી રીતે પસાર થાય છે, અને એક બાબત એવી છે જે ત્યાં જ સ્થિર રહે છે, તે છે પિતાનો પ્રેમ અને સમર્થન. અમારા માટે તમે જે કુરબાની આપી છે તેના માટે પિતા તમારો આભાર. હું હંમેશા તમારો આભારી રહીશ. તમારા ચહેરા પર હાસ્ય લાવવા માટે મારાથી જે પણ થતુ હશે તે હું કરીશ.

તો કૃણાલ પંડ્યાએ લખ્યું હતું કે, હેપ્પી ફાધર્સ ડે એ પિતાને, જેણે હંમેશા હાર્દિકનું સમર્થન કર્યું અને મને મારા સપના વિશે વગર વિચાર્યે તેનુ પાલન કરવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.