ક્રિકેટર હાર્દિક પંડ્યા રિટેન નહીં થવાથી દુઃખી છે
નવી દિલ્હી, આઈપીએલ ૨૦૨૨ માટે મેગા ઓક્શન અગાઉ મુંબઈ ઈન્ડિયન્સની રિટેન્શનની યાદીમાં હાર્દિક પંડ્યાને જગ્યા નહતી મળી. હાર્દિક પંડ્યા વર્ષ ૨૦૧૫માં આઈપીએલ કરિયરની શરૂઆતથી જ આ ટીમનો મહત્વનો ભાગ હતો.
પરંતુ હવે આ ઓલરાઉન્ડર આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કદાચ જ રમતો જાેવા મળે. હાર્દિક પંડ્યાએ પણ એ વાત તરફ ઈશારો કર્યો છે કે તે કદાચ ટીમમાં પાછો ન ફરે. મુંબઈને પોતાના દમ પર અનેક મેચો જીતાડનાર હાર્દિક રિટેન ન થવાથી ઘણો દુઃખી હોય તેવું જણાય છે.
હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક અત્યંત ભાવુક કરતો વીડિયો શેર કર્યો અને તે દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ સંલગ્ન પોતાની યાદગાર પળોને શેર કરી છે. હાર્દિકે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે ‘હું આ યાદોને જીવનભર મારી સાથે રાખીશ.
હું આ પળોને જીવનભર મારી સાથે રાખીશ. મેં જે પણ મિત્રો બનાવ્યા છે, જે બંધન બન્યા છે, લોકો, પ્રશંસકો, હું હંમેશા તેમનો આભારી રહીશ. હું ફક્ત એક ખેલાડી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે પણ મોટો થયો છું. પંડ્યાએ વધુમાં લખ્યું કે ‘હું યુવા ક્રિકેટર તરીકે મોટા સપના સાથે અહીં આવ્યો હતો. અમે સાથમાં જીત્યા, અમે સાથમાં હાર્યા અને અમે સાથે લડ્યા.
આ ટીમ સાથે વીતાવેલી દરેક પળ મારા હ્રદયમાં ખાસ જગ્યા ધરાવે છે. તેઓ કહે છે કે તમામ સારી ચીજાેનો અંત થાય જ છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા મારા હ્રદયમાં રહેશે. ૨૮ વર્ષનો હાર્દિક આઈપીએલમાં ફક્ત મુંબઈ ફ્રેન્ચાઈઝી માટે ક્રિકેટ રમ્યો છે. તેણે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ૨૭.૩૩ ની સરેરાશથી ૧૪૭૬ રન બનાવ્યા છે અને ૪૨ વિકેટ લીધી છે.
જાે કે આઈપીએલની ગત સીઝનમાં તેનું પ્રદર્શન બેટથી ખુબ નિરાશાજનક રહ્યું હતું. તે ૧૪.૧૧ની સરેરાશથી ફક્ત ૧૨૭ રન જ કરી શક્યો હતો. બોલિંગની વાત કરીએ તો તેણે ગત સીઝનમાં એક પણ ઓવર નાખી ન હતી. આઈપીએલ ૨૦૨૨ માટે મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવને રિટેન કર્યા છે. જ્યારે કેરિબિયન ઓલરાઉન્ટ કિરોન પોલાર્ડને પણ ફ્રેન્ચાઈઝીએ જાળવી રાખ્યો છે.SSS