ક્રિકેટ ઈતિહાસની સૌથી કંગાળ બેટિંગ, બે રનમાં ટીમ આઉટ
બકડન ક્રિકેટ ક્લબ, ફાલ્કન્સ ઈલેવન ક્રિકેટ કલબ વચ્ચેની મેચમાં બકડનનો કોઈ બેટસમેન ખાતુ ખોલાવી ન શક્યો
નવી દિલ્હી: ક્રિકેટના મેદાન પર ગમે ત્યારે અનોખી ઘટના જાેવા મળે છે. ક્યારેક રમતમાં એવું જાેવા મળે છે જેની કોઈ કલ્પના ન કરી શકે. આવું કંઈક એક કાઉન્ટી મેચમાં જાેવા મળ્યું છે. જ્યાં એક ટીમ માત્ર ૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને તેણે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે.
ક્રિકેટની રમતમાં ભલે મેદાન પર અનોખી વસ્તુ જાેવા મળતી હોય પરંતુ આવું લગભગ પ્રથમવાર જાેવા મળી રહ્યું છે, જ્યાં એક ટીમ માત્ર ૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. એટલું જ નહીં ટીમનો એકપણ બેટ્સમેન ખાતુ ખોલાવી શક્યો નહીં. બકડન ક્રિકેટ ક્લબ અને ફાલ્કન્સ હંટિન્ગડનશાયર વચ્ચે કાઉન્ટી લીગની મેચ રમાઈ હતી. આ મેચમાં ફાલ્કન્સે પ્રથમ બેટિંગ કરતા બકડનને ૨૬૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બકડનની ટીમ માત્ર ૨ રનમાં આઉટ થઈ ગઈ અને ૨૫૮ રનના અંતરે મેચ ગુમાવી હતી. કમાલની વાત એ રહી કે ટીમનો એકપણ બેટ્સમેન ખાતુ ખોલાવી શક્યો નહીં. જે બે રન બન્યા તે પણ વાઇડ અને બાયથી. જાે એક્સ્ટ્રા રન ન હોત તો પૂરી ટીમ શૂન્ય પર આઉટ થઈ ગઈ હોત.
આ મેચમાં ફાલ્કન્સના એક બોલરે પોતાના નામે છ વિકેટ કરી જેનું નામ હતું અમંદીપ સિંહ. અમંદીપ સિવાય હૈદર અલીએ બે વિકેટ ઝડપી. ક્રિકેટ ઈતિહાસમાં આટલી શરમજનક બેટિંગ ક્યારેય જાેવા મળી નથી.