ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા ઇચ્છતાં નવા યુઝર્સ માટે CoinDCX ગો પ્લેટફોર્મ લોન્ચ કર્યું
CoinDCX એ ગુજરાતના યુવા રોકાણકારો વચ્ચે ક્રિપ્ટો સ્વીકાર્યતામાં વધારો જોયો
અમદાવાદઃ ભારતના અગ્રણી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ CoinDCXએ ગુજરાતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારોના રોકાણમાં વધારો અનુભવ્યો છે. એના આંતરિક આંકડાઓમાં જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, રાજ્યમાંથી મોટા ભાગના રોકાણકારો યુવાન મિલેનિયલ છે. સ્ટોકમાં રોકાણ માટે મુખ્યત્વે પ્રસિદ્ધ રાજ્ય હવે ક્રિપ્ટોકરન્સી રોકાણમાં રસનો ટ્રેન્ડ જોવા મળે છે.
ક્રિપ્ટોકરન્સીનો વહેલાસર સ્વીકાર કરનાર રોકાણકારોને ફ્રોડનો ભોગ ન બનવું એ સુનિશ્ચિત કરવા CoinDCXએ CoinDCX ગો પ્લેટફોર્મ પ્રસ્તુત કર્યું છે, જે સીક્યોરિર્ડ ખાસિયતો સાથે ક્રિપ્ટોમાં રોકાણ કરવાનું સરળ પ્લેટફોર્મ છે.
CoinDCXના સુમિત ગુપ્તાના જણાવ્યા મુજબ, અમદાવાદ, જયપુર, હૈદરાબાદ કેટલાંક શહેરોમાં સામેલ છે, જેમાં ક્રિપ્ટો એસેટ્સમાં રોકાણમાં વધારો જોવા મળ્યો છે. આ શહેરોમાંથી મહિલાઓ પણ ક્રિપ્ટો એસેટ્સમાં વધુ રોકાણ કરી રહી છે, જેમનો કુલ રોકાણમાં હિસ્સો આશરે 20 ટકા છે.
CoinDCXએ તાજેતરમાં CoinDCX ગો એપ પ્રસ્તુત કરીને ક્રિપ્ટો પર જાણકારી તથા રોકાણની સલામતી અને સુરક્ષાને લઈને ચિંતાથી ઊભા થયેલા પડકારોનું સમાધાન કરવા સેતુરૂપ બનવાનો પ્રયાસ કર્યો છે. CoinDCX ગો એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇઝ પર ઉપલબ્ધ છે તથા ક્રિપ્ટો સ્પેસના બોર્ડ પર આવતા નવા યુઝર્સ માટે લોંચ કર્યા પછી એને 1,50,000થી વધારે ડાઉનલોડિંગ મળ્યું છે.
જ્યારે કોઈ પણ યુઝર એપ પર ક્રિપ્ટોની ખરીદી કે એનું વેચાણ કરી શકે છે, ત્યારે તેઓ એના સીક્યોર્ડ પ્લેટફોર્મ પર ઝડપથી નેવિગેશન કરી શકે છે અને ચા કે કોફી પીતાં પ્લેટફોર્મ પર નાણાકીય વ્યવહાર પૂર્ણ કરી શકે છે. એપ અત્યારે બજારમાં ઉપલબ્ધ 4000થી વધારે ક્રિપ્ટો એસેટમાંથી 14 શ્રેષ્ઠ એપ પૈકીની એક છે, જે વિવિધ, અતિ ઉપયોગી ખાસિયતો ધરાવે છે.
CoinDCX ગો એપમાં 7M ફ્રેમવર્ક સામેલ છે – જે ક્રિપ્ટો એસેટ્સ પસંદ કરવાનો શિસ્તબદ્ધ માર્ગ છે – જેમાં ભારત સરકારની રોકાણકારોના હિતો જાળવવાની બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે. 7M માળખામાં મોડલ, મિકેનિક્સ, મેનેજમેન્ટ, માર્કેટ, મોટિવેશન, મોમેન્ટમ અને મની સામેલ છે. આ માળખાની ફિલોસોફી એ સુનિશ્ચિત કરે છે કે, નવા ક્રિપ્ટો રોકાણકારો સલામત અને શ્રેષ્ઠ ક્રિપ્ટો એસેટ્સમાં જ રોકાણ કરે.
તાજેતરમાં ગુજરાતના બજારને અસર કરેલા ફ્રોડના પાસાં પર ભાર મૂકીને CoinDCXના સહસ્થાપક નીરજ અગ્રવાલે કહ્યું હતું કે, “સલામતી અને સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. CoinDCXએ દુનિયામાં સૌથી વિશ્વસનિય ક્રિપ્ટો કસ્ટોડિયન બિટગો સાથે જોડાણ કર્યું છે, જેથી યુઝર્સના ક્રિપ્ટો ફંડની સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરી શકાય અને ગો એપ પર વીમાકવચ પ્રદાન કરી શકાય. ઉપરાંત CoinDCXએ ગયા વર્ષે થયેલા યુઝર આઇડેન્ટિફિકેશન ફ્રોડ સામે યુઝર્સનું રક્ષણ કરવા ઓનફિડો સાથે પણ જોડાણ કર્યું છે.”
રોગચાળો શરૂ થયા પછી ક્રિપ્ટો ઉદ્યોગે વ્યવસાયમાં હરણફાળ વૃદ્ધિ જોઈ છે. છેલ્લા થોડા મહિનાઓમાં વધુને વધુ આંતરરાષ્ટ્રીય રોકાણ કંપનીઓ અને રોકાણકારોએ ક્રિપ્ટો એસેટ્સમાં રોકાણ કરવાની શરૂઆત કરી છે. એમાં બિટકોઇન રેસમાં મોખરે છે. અત્યારે એનું માર્કેટ વેલ્યુએશન 1.3 ટ્રિલિયન ડોલરથી વધારે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારો બિટકોઇનને ડિજિટલ ગોલ્ડ તરીકે જુએ છે.