Western Times News

Gujarati News

ક્રિપ્ટોકરન્સી હવે ભારતમાં બીટકોઇનનો ઉપયોગ કરી શકાશે: સુપ્રીમનો મોટો ચુકાદો

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટએ ક્રિપ્ટોકરન્સી પર મોટો ચુકાદો આપતાં તેની પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે. હવે દેશના તમામ બેંક તેની લેવડ-દેવડ શરૂ કરી શકે છે. નોંધનીય છે કે આરબીઆઇએ વર્ષ ૨૦૧૮માં એક સર્ક્યુલર જાહેર કરી બેંકોને ક્રિપ્ટોકરન્સીમાં કારોબાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીયો પણ બીટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીનું ખરીદ અને વેચાણ કરી શકશે.

આરબીઆઈના સર્ક્યુલરને પડકારતાં ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન આૅફ ઈન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આઈએએમએઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે કેન્દ્રીય બેંકના આ પગલાથી ક્રિપ્ટોકરન્સીમાં થનારો કાયદાકિય વ્યવહાર ગતિવિધિઓ પર પ્રભાવી રીતે પ્રતિબંધ લાગી જાય છે. જેના જવાબમાં આરબીઆઈએ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. આરબીઆઈનું કહેવું છે કે તેનાથી ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી મની લોન્ડ્રીંગ અને આતંકી ફંડિંગના ખતરાને જોતાં આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ કરન્સી હોય છે, જે બ્લાકચેન ટેકનીક પર આધારિત છે. આ કરન્સીમાં કોડિંગ ટેકનીકનો ઉપયોગ થાય છે. આ ટેકનીક દ્વારા કરન્સીના તમામ ટ્રાન્જેક્શનની વિગતો હોય છે, જેનાથી તેને હૅક કરવું મુશ્કેલ છે. આ કારણ છે કે ક્રિપ્ટોકરન્સીમાં છેતરપિંડીની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. ક્રિપ્ટોરન્સીનું સંચાલન કેન્દ્રીય બેંકથી સ્વતંત્ર હોય છે, જે તેની સૌથી મોટી ખામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.