ક્રિપ્ટો કરન્સીનું સમર્થન કરતા ઈન્ફોસિસના ચેરમેન નીલેકણી

નવી દિલ્હી, ભારત સરકાર એક તરફ પ્રાઈવેટ ક્રિપ્ટો કરન્સી પર બેન મુકવા વિચારણા કરી રહી છે.રાજ્ય સભામાં આ માટેનુ બિલ પણ મંજરી માટે મુકવામાં આવે તેવી શક્યતા છે.
ત્યારે દિગ્ગજ કેટ કંપની ઈન્ફોસિસના ચેરમેન નંદન નીલેકણીએ ક્રિપ્ટો કરન્સીનુ સમર્થન કર્યુ છે.એક કાર્યક્રમમાં નીલેકણીએ કહ્યુ હતુ કે, ક્રિપ્ટો કરન્સી પર વિચાર કરવા જેવો છે.તેનો ઉપયોગ સકારાત્મક રીતે થઈ શકે છે.તેને લઈને સરકાર જે કાયદા બનાવે તેનુ પાલન કરવુ પડશે.ડિજિટલ કરન્સીનો દુરપયોગ ના થાય તે જેવુ પડશે.
તેમણે કહ્યુ હતુ કે, બજારમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ વધી રહ્યુ છે.જાેકે તેની સામે પડકારો પણ એટલા જ છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આધાર કાર્ડને લાવવાનુ શ્રેય નીલેકણીને જાય છે.તેઓ આધાર કાર્ડનુ સંચાલન કરતી સંસ્થાના ચેરમેન પણ રહી ચુકયા છે.આવામાં ક્રિપ્ટો કરન્સી પર તેમનુ નિવેદન બહુ મહત્વ રાખે છે.SSS