ક્રિપ્ટો બિટકોઈનના ભાવમાં ૧૨૦૦૦ ડોલરનો ઊછાળો
મુંબઈ: ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે આકરી મંદીના આંચકા પચાવી ભાવ પ્રત્યાઘાતી ફરી ઉછળતા જાેવા મળ્યા હતા. વૈશ્વિક ક્રિપ્ટો બજાર બુધવારે ૨૫થી ૩૦ ટકા તૂટયા પછી આજે ૧૭થી ૧૮ ટકાનો પ્રત્યાઘાતી ભાવ ઉછાળો જાેવા મળ્યો હોવાનું વિશ્વબજારના સૂત્રોએ જણાવ્યું હતું. નીચા મથાળે બાઈંગ વધ્યું સામે નવી વેચવાલી પણ ધીમી પડયાના નિર્દેશો હતા.
ફેડરલ રિઝર્વ અમેરિકામાં આગળ ઉપર બોન્ડ બાઈંગમાં ઘટાડો કરશે તથા ત્યાં બેરોજગારીના દાવાઓ ઘટયાના નિર્દેશોની પણ બજાર પર આજે અસર વર્તાઈ રહી હતી. અમેરિકામાં જાેબલેસ કલેઈમ્સ ઘટી ૪ લાખ ૪૪ હજાર આવ્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે ત્યાં જાેબ માર્કેટ મજબુત બની રહ્યાના સંકેતો મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં બિટકોઈનના ભાવ જે બુધવારે એક તબક્કેક ગબડીનીચામાં ૩૦૨૦૦ ડોલર સુધી ઉતરી ગયા હતા તે આજે ઝડપી વધી ઉંચામાં ૪૨૫૮૫થી ૪૨૫૯૦ ડોલર સુધી પહોંચી ૪૨૦૦૫થી ૪૨૦૧૦ ડોલર રહ્યા હતા. બિટકોઈનમાં બુધવારે ૧૪ મહિનાનું સૌથી મોટું સેલ- ઓફફ જાેવા મળ્યું હતું.
દરમિયાન, નીચા મથાળે બાઈંગ વધતાં બિટકોઈનમાં આજે વોલ્યુમ વધી ૧૪૨થી ૧૪૩ અબજ ડોલરનું થયું હતું તથા કુલ માર્કેટ કેપીટલાઈઝેશન જે બુધવારે ઘટી ૭૦૦ અબજ ડોલરની અંદર ઉતરી ગયું હતું તે આજે ફરી વધી ૭૮૬થી ૭૮૭ અબજ ડોલર થયાના સમાચાર દરીયાપારથી મળ્યા હતા. દરમિયાન, બિટકોઈનમાં હવે ઉંચામાં ૪૫ હજાર ડોલરની સપાટી મહત્ત્વની પ્રતિકાર સપાટી મનાઈ રહી છે એવું જાણકારોએ જણાવ્યું હતું.
અન્ય ક્રિપ્ટોના ભાવ પણ આજે ઉછળ્યા હતા. ઈથેરના ભાવ જે બુધવારે ગબડી નીચામાં ૨૦૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા તે આજે ઉંચામાં ૩૦૦૦ ડોલર વટાવી ૩૦૦૦થી ૩૦૦૫ થઈ ૨૯૨૦થી ૨૯૨૫ ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે ટ્રેડિંગ વોલ્યુમ વધી ૧૨૯થી ૧૩૦ અબજ ડોલર થયું હતું તથા કુલ માર્કેટ- કેપ જે ૩૦૦ અબજ ડોલરની અંદર ઉતર્યું હતું.
તે આજે ફરી વધી ૩૩૮થી ૩૩૯ ડોલર નોંધાયું હતું. ડોજેકોઈનના ભાવ જે નીચામાં ૨૧થી ૨૨ સેન્ટ થયા હતા તે આજે ઉછળી ૪૩થી ૪૪ થઈ ૪૧થી ૪૨ સેન્ટ રહ્યા હતા. ડોજેકોઈનમાં આજે ૧૮થી ૧૯ અબજ ડોલરના સોદા થયા હતા તથા માર્કેટ કેપ ફરી વધી ૫૦ અબજ ડોલર વટાવી ૫૩થી ૫૪ અબજ ડોલર થયાનું જાણકારોએ જણાવ્યું હતું.