ક્રિસમસ પર કાજાેલે દીકરા યુગને સુંદર ગિફ્ટ આપી

મુંબઈ, બોલિવુડ સેલિબ્રિટી આમ તો તેમના કામમાં વ્યસ્ત રહેતા હોવાથી પરિવાર સાથે વધારે સમય પસાર કરી શકતા નથી. પરંતુ ગમે તે તહેવારની ઉજવણી તો સાથે જ કરે છે. શનિવારે પણ તમામ સેલિબ્સે ક્રિસમસની ઉજવણી પરિવાર અને મિત્રો સાથે કરીને દિવસને ખાસ બનાવ્યો હતો.
એક્ટ્રેસ કાજાેલની વાત કરીએ તો તેણે તેના દીકરા યુગને સરપ્રાઈઝ આપવાનું પ્લાનિંગ કર્યું હતું. કાજાેલ કામની સાથે-સાથે દીકરા યુગ અને દીકરી ન્યાસા માટે સમય પણ કાઢી લે છે.
સોશિયલ મીડિયા પર ઘણીવાર તે બાળકો સાથેની તસવીરો શેર કરતી રહે છે. ક્રિસમસ ૨૦૨૧ માટે પોતાના દીકરા યુગ માટે બહારથી કોઈ ગિફ્ટ લાવવાના બદલે કાજાેલે થોડી મહેનત કરીને જાતે યુગ માટે સુંદર વસ્તુ બનાવી હતી. તેણે યુગ માટે લાલ કલરનું સ્વેટર ગુંથ્યું હતું અને તેને હગ કરતી તસવીર પણ તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. તસવીરમાં, લાઈટ યલ્લો કલરની ફ્લાવર પ્રિન્ટની સાડીમાં કાજાેલ ગોર્જિયસ લાગી રહી છે.
તેણે ગળામાં સિલ્વર નેકલેસ પહેર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. તે અને યુગ કેમેરા સામે જાેઈને સ્માઈલ કરી રહ્યા છે. તસવીર શેર કરીને કાજાેલે લખ્યું છે ‘છોકરો અને સ્વેટર બનાવ્યું’. કાજાેલે સાસુ વીણા દેવગણ સાથેની સેલ્ફી પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. જેમાં તેઓ મરુન કલરના ડ્રેસમાં જાેવા મળી રહ્યા છે.
થોડા દિવસ પહેલા જ કાજાેલે ટિ્વન્કલ ખન્નાને આપેલા ઈન્ટરવ્યૂમાં સાસુ સાથેના સંબંધ વિશે વાત કરી હતી. તેણે એક કિસ્સાને યાદ કરતાં કહ્યું હતું કે, ‘એક વખત અમે બેઠા હતા અને તેમની કેટલીક બહેનપણીઓ આવી હતી ત્યારે તેમણે સવાલ કર્યો હતો કે, ‘અરે, આ તને મમ્મી નથી કહેતી? મા પણ નથી કહેતી?’ ત્યારે મારા સાસુએ ગર્વથી તેમને જવાબ આપ્યો હતો કે, ‘જ્યારે તે મા બનશે ત્યારે તેના દિલથી નીકળશે, મગજમાંથી નહીં’. આ સાંભળીને હું ગદ્ગદ થઈ ગઈ હતી. તેમણે મને સમય આપ્યો હતો, અમારા સંબંધમાં ખીલવાનો અને આ જ રીતે તેઓ મને સ્પેસ આપતા રહે છે.
હું તેમને ખૂબ માન આપું છું અને આ ઘટના પછી તો તેમના પ્રત્યેનું માન ઓર વધી ગયું હતું વર્ક ફ્રંટની વાત કરીએ તો, કાજાેલ છેલ્લે ‘ત્રિભંગા’માં જાેવા મળી હતી. જેમાં તેની સાથે તન્વી આઝમી અને મિથિલા પાલકર હતા. આ પહેલા તેણે શોર્ટ ફિલ્મ ‘દેવી’માં અદ્દભુત કામ કર્યું હતું. હવે તે ‘ધ લાસ્ટ હુરેમાં જાેવા મળશે.SSS