Western Times News

Gujarati News

ક્રિસ ગેલ IPL 2023માં પાછા ફરવાની તૈયારીમાં, પ્રીતિ ઝિન્ટા સાથે મુલાકાત કરી!

એટલાન્ટા, ક્રિસ ગેલ આઈપીએલમાં એક મોટી હસ્તી છે પરંતુ તે લીગની છેલ્લી સીઝન રમી શક્યો ન હતો. તેણે હરાજી પહેલા પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને તે ક્રિકેટથી દૂર પાર્ટી વગેરેમાં વ્યસ્ત જાેવા મળ્યો હતો.

ગેલ પહેલેથી જ ૪૦ને પાર કરી ચૂક્યો છે અને તેનામાં કેટલું ક્રિકેટ બાકી છે તે કોઈ નથી જાણતું પરંતુ તેના ચાહકો આ દિગ્ગજ બેટ્‌સમેનને આઇપીએલમાં ફરીથી જાેવા માંગે છે. પ્રીતિ ઝિન્ટાની ક્રિસ ગેલ સાથે મુલાકાત પ્રીતિ ઝિન્ટાની ક્રિસ ગેલ સાથે મુલાકાત જ્યારે પણ ક્રિસ ગેલ આ ઈન્ડિયન પ્રીમિયર લીગ સંબંધિત કોઈ પણ બાબતમાં સામેલ થાય છે ત્યારે તેના ભારતીય ચાહકો તેને પસંદ કરે છે.

બોલિવૂડ એક્ટર અને આઈપીએલમાં પંજાબ કિંગ્સ ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં કેરેબિયન બેટ્‌સમેન સાથેની તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં બંનેને અમેરિકાના એટલાન્ટામાં સાથે સમય વિતાવતા જાેઈ શકાય છે, જ્યાં તેમની સાથે ઉદ્યોગપતિ પરેશ ઘેલાણી પણ છે. કૂલ બ્લેક ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં ક્રિસ ગેલ કૂલ બ્લેક ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં ક્રિસ ગેલ તસવીરોમાં તમે ક્રિસ ગેલને હસતા અને જૂના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ એન્જાેય કરતા જાેઈ શકો છો.

પ્રીતિ ઝિંટાએ આ તસવીર પોતાના એકાઉન્ટ પર શેર કરી અને કહ્યું કે ક્રિસ ગેલને મળવું હંમેશા સારું લાગે છે, તેનું વીકેન્ડ સરપ્રાઈઝ રહ્યુ છે. પ્રીતિની પોસ્ટ સૂચવે છે કે તેણે ગેલને એક સરપ્રાઈઝ આપી છે.

આ દરમિયાન પ્રીતિ ઝિન્ટા પરંપરાગત સૂટમાં જાેવા મળી હતી, જ્યારે ક્રિસ ગેલ શાનદાર બ્લેક ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં હતો. આવતા વર્ષે ફરી આઇપીએલમાં પરત ફરવા કહ્યું ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ સાથે રમી ચૂક્યો છે.

૪૨ વર્ષીય ખેલાડીએ કહ્યું છે કે તે આવતા વર્ષે ફરીથ આઇપીએલમાં વાપસી કરશે, જેણે તેના ચાહકોમાં પણ ઘણી ઉત્સુકતા પેદા કરી છે, કારણ કે ક્રિસ ગેલ તેની એક ફ્રેન્ચાઇઝી માટે આઇપીએલ જીતવા માંગે છે. પંજાબ કિંગ્સ પણ તે ટીમમાંથી એક છે.

આ બેમાંથી કોઈ એક ટીમ માટે ટાઈટલ જીતવાની ઈચ્છા આ બેમાંથી કોઈ એક ટીમ માટે ટાઈટલ જીતવાની ઈચ્છા ઘણા મીડિયા અહેવાલો અનુસાર, ક્રિસ ગેલે કહ્યું હતું કે, “હું આવતા વર્ષે પાછો આવી રહ્યો છું કારણ કે તેમને મારી જરૂર છે. મેં અત્યાર સુધી આઇપીએલમાં ૩ ટીમો – કોલકાતા, આરસીબી અને પંજાબ કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.