ક્રેડિટકાર્ડની લિમિટ અપડેટ કરાવવાના બહાને સિવિલના તબીબ છેતરાયા
હેલ્લો હું પૂજા શર્મા બોલું છું, તમારે ક્રેડિટકાર્ડની લિમિટ અપડેટ કરાવવી છે ?
અમદાવાદ, અમદાવાદ – દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ કરતા ગઠીયા ઓનો આતંક વધી રહ્યો છે. અવનવી મોડેસ ઓપરેન્ડીથી આ ગઠીયા ઓ લોકો પાસે પૈસા પડાવી રહ્યા છે. ત્યારે ક્રેડિટ કાર્ડ અપડેટ કરી લિમિટ વધારી આપવાની લાલચ આપી ને ઠગાઈ નો બીજાે કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબ ભોગ બન્યા છે.
સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગ માં છેલ્લા ત્રણ વર્ષથી તબીબ તરીકે કામ કરતા નિસર્ગ શાહ ૧૧ મી જુલાઇ ના દિવસે લાયબ્રેરી માં વાંચન કરી રહ્યા હતા તે દરમિયાન તેમના પણ પૂજા શર્મા નામની એક યુવતી નો ફોન આવ્યો હતો
જે એક્સિસ બેંકમાંથી બોલતી હોવાની ઓળખ આપીને ફરિયાદી નું ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાનું હોવાનુ કહી ને ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડની તમામ હકીકત જણાવી હતી. યુવતી એ કાર્ડની તમામ હકીકત જણાવતા ફરિયાદીને વિશ્વાસ આવ્યો હતો કે તેઓ આ એક્સિસ બેંક માંથી જ બોલી રહ્યા છે.
જ્યારે આરોપી યુવતી એ ફરિયાદી ને તેમના ક્રેડિટ કાર્ડ ની લિમિટ ૨.૫ લાખ થી વધારી ને ૩.૫ લાખ કરવાની લાલચ આપીને ફરિયાદીના મોબાઈલ માં આવેલ પિન નંબર માંગ્યો હતો. જે ફરિયાદી એ આપતા જ તેના ખાતા માંથી રૂપિયા ૩૫૩૫૦ ઉપડી ગયા હતા. જ્યારે આરોપીએ બીજાકાર્ડ ની વિગતો માંગતા ફરિયાદી એ તે વિગતો આપી ના હતી. ત્યારબાદ તેમના ખાતા માંથી બીજા ૪૦૪૦૦ ઉપડી ગયા હતા. જેની જાણ પોલીસને કરતા હાલ માં પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.