Western Times News

Gujarati News

ક્રેડિટ કાર્ડથી થતા બિલ પેમેન્ટના નિયમોમાં આવી રહ્યા છે ધરખમ ફેરફારો

પેમેન્ટને લઈને આરબીઆઈ દ્વારા કરાશે મહત્ત્વના ફેરફારો

નવી દિલ્હી, જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોય તો, આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. કારણ કે ૧ જુલાઈ ૨૦૨૪થી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. જેથી ક્રેડિટ કાર્ડથી થતા બિલ પેમેન્ટના નિયમોમાં પણ ફેરફાર થશે. જેથી કાર્ડ ધારકોને અમુક પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટ કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જેમાં ક્રેડ, ફોનપે , બિલ ડેસ્ક જેવા ફિનટેક પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ આરબીઆઈ દ્વારા કરાતા ફેરફારોની ક્રેડિટ કાર્ડ ધારકો પર શું અસર થશે?

પહેલી જુલાઈથી આરબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આરબીઆઈના નવા નિયમ અનુસાર ૧ જુલાઈથી ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતા બધા પેમેન્ટ ભારતીય પેમેન્ટ સિસ્ટમથી કરવા પડશે. દરેક વ્યક્તિએ બિલિંગ પણ BBPS દ્વારા કરવાનું રહેશે.

આરબીઆઈ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા પછી પણ હજુ પણ ઘણી મોટી બેંકોએ નવા ફેરફારો અનુસાર પોતાના નિયમોમાં ફેરફાર કર્યો નથી. જેમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સીસ બેંકનો સમાવેશ થાય છે.

RBIના નવા ફેરફારો અનુસાર ફક્ત ૮ બેંકોએ જ અત્યાર સુધીમાં ફેરફાર કર્યા છે. જેમાં એસબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા બેંક, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે.

આરબીઆઈ દ્વારા નવા ફેરફારોનો ઉદેશ્ય પેમેન્ટ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત કરવાનો છે. નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ બીબીપીએસ સાથે મળીને અલગ-અલગ પેમેન્ટ સર્વિસ માટે એક જ પ્લેટફોર્મ બનવવાનું નક્કી કર્યું છે. જો બેંકો નિર્ધારિત સમયમાં તેનું પાલન નહીં કરે તો ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સુવિધા આપતા ફિનટેક પ્લેટફોર્મને સમસ્યા થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.