ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાના બહાને ભરૂચના ડોક્ટરના ખાતામાંથી ૫૫ હજારની ઉઠાંતરી
(પ્રતિનિધિ) ભરૂચ, પ્રાપ્ત માહિતી અનુસાર ગજેરા પીએચસી મેડિકલ ઓફિસર ડોક્ટર કમલેશસિંગ ભુનીલાલસીંગ રાજપૂત નાઓએસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધરાવે છે.ગત તારીખ ૨૭/૧૦/૨૧ ના રોજ બપોરના અરસામાં તેમના મોબાઈલ પર એક અજાણી મહિલાનો ફોન આવેલ અને કહેલ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ કંપનીમાંથી બોલું છું.
તમારું ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાનું છે ક્રેડિટનો નંબર તથા કાર્ડની એક્સપાયર્ડ અને કારની પાછળનો સીવીવી નંબર આપો તેમ જણાવતા આ વિગતો આપેલ.ત્યાર બાદ જણાવેલ કે હું મેસેજ પ્રક્રિયા કરું છું મેસેજમાં લખેલ ઓટીપી નંબર જણાવો તેમ કહી મેસેજ મોકલેલ
અને ત્રણ અલગ અલગ મેસેજ વાંચી ઓટીપી નંબર જણાવેલ જેથી ક્રેડિટકાર્ડ બેલેન્સ ખાતા માંથી પ્રથમ ૧૫,૦૦૦ બીજી વખત ૧૫ ૦૦૦, ત્રીજી વખત ૨૫,૧૫૨ રૂપિયા મળી કુલ રૂ.૫૫,૧૫૨ ક્રેડિટ કાર્ડ માંથી ઉપડી ગયેલ અને ત્યાર બાદ ફોન કાપી નાખે ત્યાર બાદ જાણ થઈ કે ફ્રોડ થયેલ છે.જે અંગે વેડચ પોલીસ મથકે ગજેરા પીએચસી ડોક્ટરે ફરિયાદ નોંધાવી હતી.વેડચ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.