Western Times News

Gujarati News

ક્રેડિટ કાર્ડ પર લોન લેનારાને સૌથી વધુ ફાયદો થઇ શકશે

નવી દિલ્હી, માર્ચથી ઓગષ્ટ દરમિયાન બેંકો દ્વારા તમામ પ્રકારની લોનના હપ્તા ભરવામાંથી મુક્તિ અપાઈ હતી. બેંકો આ ગાળા દરમિયાન વ્યાજનું વ્યાજ વસૂલવાની તૈયારીમાં હતી, પરંતુ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી છે કે બે કરોડ સુધીની લોન લેનારા કોઈ પણ લોનધારક પાસેથી વ્યાજનું વ્યાજ નહીં વસૂલાય. આ ઉપરાંત, જેમણે નિયમિત હપ્તા ભર્યા છે તેમને પણ કંઈક ફાયદો થાય તેવું સરકાર વિચારી રહી છે. તેવામાં હવે મોરાટોરિયમનો લાભ લેનારા કયા લોનધારકોને સૌથી વધુ રાહત મળશે તેની ગણતરી શરુ થઈ ચૂકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જો તમારી હોમ લોન ઘણા વર્ષો પહેલા લેવાઈ હોય, તો તમને ખાસ લાભ મળે તેવી શક્યતા નથી. જોકે, તમે ક્રેડિટ કાર્ડ પર લોન લીધી હોય, તો તમને વધુ ફાયદો થઈ શકે છે.

ક્રેડિટ કાર્ડ પર લેવાતી લોન પર બેંકો ૧૯.૫ ટકાથી ૪૨.૪ ટકા જેટલું વાર્ષિક વ્યાજ વસૂલતી હોય છે. એક સરકારી બેંકના સૂત્રના જણાવ્યા અનુસાર, સરકારે વ્યાજનું વ્યાજ નહીં લેવાય તેવો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ તમામ લોનધારકે છ મહિનાના મોરાટોરિયમ પીરિયડનું સાદું વ્યાજ તો ભરવું જ પડશે. તેની વિગતે સમજ આપતા તેમણે કહ્યું હતું કે, ધારકો કે તમે માર્ચ ૨૦૧૫માં બે કરોડની હોમ લોન લીધી હતી, અને તેનો ગાળો ૨૦ વર્ષનો હતો. માર્ચ ૨૦૨૦માં જ્યારે મોરાટોરિયમ જાહેર કરાયું.

ત્યારે આ લોનની ૧.૭૫ કરોડ જેટલી મુદ્દલ ચૂકવવાની બાકી હશે. છ મહિનાના ગાળા દરમિયાન ૮ ટકા લેખે આ મુદ્દલ પરનું સાદું વ્યાજ ૭ લાખ જેટલું થાય. જે લોનધારકે ચૂકવવું પડશે. જો આ રકમ સપ્ટેમ્બરમાં એક સાથે ના ભરવામાં આવી, અને તેને પ્રિન્સિપાલ અમાઉન્ટ સાથે જોડી દેવાઈ તો લોનનો ગાળો ૨૦ મહિના ૧૭ દિવસ જેટલો લંબાઈ જશે.જો વ્યાજ પર વ્યાજ લેવાય તો લોનધારકે ઉપરોક્ત કિસ્સામાં ૭ લાખ વ્યાજ પર બીજા ૧૧,૭૭૪ રુપિયા વ્યાજના પણ વ્યાજ તરીકે ચૂકવવા પડત. આમ, સરકારની આ દરખાસ્તથી આ કિસ્સામાં લોનધારકને ૧૧,૭૭૪ રુપિયાનો ફાયદો થશે. હવે ક્રેડિટ કાર્ડ પર લેવાયેલી લોન સાથે આ મામલો સમજીએ તો, ૧ લાખ રુપિયાની લોન પર લોનધારકે છ મહિનાનું ૧૯,૩૩૬ રુપિયા વ્યાજ ભરવું પડે. પરંતુ, વ્યાજનું વ્યાજ ભરવામાંથી રાહત મળે, તો આ રકમ ૧૭,૯૪૦ જેટલી થઈ જાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.