ક્રેડિટ, ડેબિટ કાર્ડ ગ્રાહક જાતે Enable / Disable કરી શકે તેવી સુવિધા આપોઃ RBI

નવી દિલ્હી, વપરાશકર્તાની સુવિધામાં સુધારો કરવા અને કાર્ડ વ્યવહારોની સુરક્ષા વધારવા માટે રિઝર્વ બેંક (RBI) એ તમામ બેંકોને કાર્ડ વપરાશકારો, ક્રેડિટ અને ડેબિટ, વિવિધ પ્રકારના ઉપયોગ માટે તેમના કાર્ડ્સને Enable / Disable કરવાની સુવિધા આપવા જણાવ્યું છે.
ક્રેડીટ અને ડેબીટ કાર્ડ્સ દ્વારા કરવામાં આવતા વ્યવહારોનું પ્રમાણ અને મૂલ્ય અનેકગણું વધ્યું છે. વપરાશકર્તાની સુવિધામાં સુધારો કરવા અને કાર્ડ વ્યવહારોની સુરક્ષા વધારવા માટે, આરબીઆઈ આ ધોરણો સાથે કાર્ડમાં સુધારો કરવા બેંકોને નિર્દેશ આપ્યો છે.
કાર્ડ જારી કરનારાઓને પણ કહેવામાં આવ્યું છે કે કાર્ડ ધારકોને તમામ પ્રકારના વ્યવહારો માટેની એકંદર કાર્ડ મર્યાદાની અંદર ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ફેરફાર કરવાની મંજૂરી આપવા માટે કહેવામાં આવ્યું છે – પી.ઓ.એસ., એ.ટી.એમ., વ્યવહારો અને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનમાં ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ચલણો વધી રહ્યા છે. જેને કારણે ગ્રાહકોની સાથે થતી છેતરપિંડી રોકવા આવા પગલાં લેવામાં આવ્યા છે.
આરબીઆઈએ બેંકો અને અન્ય કાર્ડ જારી કરનારાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ કાર્ડ ઇશ્યુ કરતી વખતે ભારતના અંદરના સંપર્ક આધારિત પોઇન્ટ્સ એટલે કે એટીએમ અને પોઇન્ટ ઓફ સેલ (PoS) ઉપકરણો પર જ ઉપયોગ માટે કાર્ડને સક્ષમ કરે. આનો અર્થ એ છે કે જ્યારે કોઈ કાર્ડ જારી કરવામાં આવે છે, ત્યારે તે ડિફોલ્ટ રૂપે, ફક્ત પીઓએસ અથવા એટીએમ પર સ્વાઇપ કરવા માટે ઉપયોગી થશે.