Western Times News

Gujarati News

ક્રોધરૂપી શત્રુને મનમાંથી તિલાંજલિ આપીને જીવનને ઉજાળો

ન ધારેલું કે ઈચ્છેલું વસ્તુ જીવનમાં બને અથવા સામે વાળી વ્યક્તિ આપણું ન માને ત્યારે મગજનો પારો ગરમ થવાથી ક્રોધનું મનમાં આગમન થાય છે જે શારીરિક તથા માનસિક રૂપે હાનિકારક હોવાથી વિવિધ રોગો થવાની પુરેપુરી શક્યતા રહે છે.

ક્રોધ આપણા લોહીમાં ઝેર રેડે છે. ક્રોધમાં ભંયકર આગ સમાયેલી છે જેથી આપણું મન પણ આકુળ વ્યાકુળ રહેતું હોય છે. ક્રોધ આવતા પાછળથી પોતાને જ પસ્તાવાનો વારો આવે છે તથા મન પર આડઅસર થયા વિના રહેતી નથી. ક્રોધ પરસ્પરની પ્રિતિનો નાશ કરવામાં મોટો ભાગ ભજવે છે. તથા ક્રોધ એક ખોફનાક દાનવ છે તથા આત્મબોધનો મોટો શત્રુ છે

આ ક્રોધરૂપી રાક્ષસથી બચવાના કે તેને હણવાના ઉપાયો લાગુ કરવાથી માનવી ચિંતામુકત બની જાય છે. માનવીએ અભિમાનનો ત્યાગ કરવાથી તે સ્વભાવથી નરમ બની બની જતાં તેનાં મનમાં શાંતિનો ઉદય થાય છે.

જ્યારે જ્થારે ક્રોધ આવતાં માનવીએ ત્યારે ત્યારે મૌન લઈ મનમાં ભગવાનનું રટણ કરવાથી અથવા નમો અરિહંતાણમ્ નો જાપ કરવો જેથી મનમાં નમ્રતા આવવાથી શાંતચિત્તે  મનમાં પોતાની ભૂલ જણાય તો તરત માફી માંગી લેવી જોઇએ અથવા સામેવાળી વ્યક્તિની ભૂલ હોય તો તેને સમજાવવાથી પોતાનું કામ સરળતાથી થઈ જતા મનમાંથી ગુસ્સો નીકળી જાય છં.

જો સામેવાળો ગુસ્સામાં ગમે તેમ બોલે કે અપશબ્દો સંભળાવે તો પણ માનવીએ શાંત રહેતા શીખવું જોઈએ. શું કૂતરો આપણી સામે ભસે તો આપણે શું તેની સામે ભસીએ છીએ? ભગવાને આપણને બે કાન આપ્યા છે તો In and Out કરી દેવાનું તથા મન પર નહિ લેવાનું.

ક્રોધ આવતાં જ ભગવાનને યાદ કરી લેતા અથવા ભગવાનની છબી પાસે જઈને આંખ થી આંખ મિલાવીને ધ્યાન ધરવાથી મન શાંત થઈ જાય છે કારણ કે પ્રભુની આંખમાં કરૂણા તથા પ્રેમ અને વાત્સલ્યનું અમૃત હોવાથી આપણને તેની અનુભૂતિ થવાથી ક્રોધ આપણા મનમાંથી નીકળી જાય છે.

દરેક અવસ્થામાં સકારાત્મક વિચારો એટલે Positive Thinking કરવું જોઈએ. નકારાત્મક વિચારો એટલે Negative thinking નહિ કરવુ જોઈએ. સામેવાળી વ્યકતિના ગુણો પર દ્રષ્ટિ રાખવી જોઈએ નહિ કે દોષ પ્રત્યે. પણ આપણે આપણા દોષો પર ધ્યાન રાખવું જોઈએ તથા *Let Go* કરતાં શીખવું જોઈઅએ.

જેવું અન્ન ખાવો તેવી મન પર અસર થયા વિના રહેતું નથી* તેથી તામસી આહાર જેમ કે કંદમૂળ તથા જાનવરની ચરબી, હાડકાનો પાવડર, કે ઈંડાની બનાવટ વાળો આહાર કે રસ આવે છે  તેવી ચોકલેટ કે બીસ્કીટ, ચિંગમ અથવા કેડબરી કે આઇસક્રીમ, ટુથપેસ્ટ આદિ હિંસક આહારનો જીવનમાંથી ત્યાગ કરવો જોઈએ તથા સૌંદર્ય પ્રસાધનો,  ટી. વી. વીડિયો તથા મોબાઇલ પર આવતાં મારામારી કે સેક્સી વિડીયો મનમાં વિકૃત વિચારો ઉત્પન કરે તેનો જીવનમાંથી ત્યાગ કરવાથી મનમાં અભિમાન કે ક્રોધનો અવકાશ રહેતો નથી.

તથા સારા લેખો, સુવાક્યો, સારા પુસ્તકો, મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચવાથી મનમાં પણ સારા વિચારો આવતા જીવન આનંદમયી બની જાશે અને ગુસ્સારૂપી પ્રવાહીનું બાષ્પીભવન થઈ જશે.

સમય પસાર કરવાથી, સ્થાન અને વ્યક્તિથી દૂર નકળી જવાથી, મૌન ધારણ કરવાથી, અથવા પોતાનો ગુસ્સો લખાણ દ્વારા મન ખાલી કરવાથી, સામી વાળી વ્યકતિને માફી આપવાથી, પરમાત્માને યાદ કરીને માફી માંગવાથી, ભૂલ કરનારની વ્યક્તિને સ્થાને પોતાની જાતને ગોઠવવાથી, ક્રોધનાં ફળોને વિચારવાથી તથા મગજને આઈસ ફેક્ટરીમાં અને જીભને સુગર ફેક્ટરીમાં મૂકવાથી ગુસ્સો નરમ થઈ જશે.

ક્રોધ રોકવા એક સરળ ઉપાય છે જેમા ત્રણવાર ઉંડો શ્વાસ લઈને ધીરે ધીરે શ્વાસ છોડતા *ऑમ कार* બોલવો પછી *મારે શાંત થવું છે*, એમ ત્રણવાર પોતે મનમાં બોલવું. ફરી ત્રણવાર, *હું શાત થઈ રહ્યો છું* અને પછી ફરીવાર મનમાં બોલવું કે *હવે હું શાંત જ રહીશ અને થોડીવારમાં જ ધીરે ધીરે  ક્રોધ રૂપી દાનવ મનમાંથી નીકળી જશે. લેખક:– શ્રેણિક દલાલ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.