ક્રોસ વોટિંગ મુદ્દે સુભાષ ચંદ્રા પર સચિન પાયલટનો પ્રહાર, આ ટીવી સિરિયલ નથી

નવી દિલ્હી,રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. આ દરમિયાન, ર્નિદળીય ઉમેદવાર સુભાષ ચંદ્રાએ પોતાની જીતનો દાવો કરતા કહ્યુ કે આઠ ધારાસભ્ય ક્રૉસ વોટિંગ કરશે અને ચાર ધારાસભ્ય તેમનુ સમર્થન કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસના ધારાસભ્ય પણ ક્રોસ વોટિંગ કરશે. હવે સુભાષ ચંદ્રાના આ દાવા પર કોંગ્રેસ નેતા સચિન પાયલટે પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે સુભાષ ચંદ્રાના આ નિવેદનને હાસ્યાસ્પદ કરાર આપતા સમગ્ર રીતે ફગાવ્યુ છે. સચિન પાયલટે કહ્યુ કે અમને ૧૧૦% વિશ્વાસ છે, અમારા ત્રણેય ઉમેદવાર જીતશે. અમારે જે સંખ્યા જાેઈએ જીતવા માટે, હાલ અમારે તેનાથી વધારે ધારાસભ્યોનુ સમર્થન મળ્યુ છે. આપણે ર્નિદળીય અને રીઝનલ પાર્ટીના ધારાસભ્યનુ સમર્થન મળ્યુ છે. સૌના ધારાસભ્યોએ અમને સમર્થન આપ્યુ છે.
એવામાં કોઈએ ગેરસમજ રાખવી જાેઈએ નહીં કે તેઓ ક્રોસ વોટિંગ કરીને ચૂંટણી જીતી શકે છે. હકીકતમાં તેઓ માત્ર મૂંઝવણ પેદા કરી રહ્યા છે કેમ કે ભાજપની પાસે એટલા ધારાસભ્ય નથી. તે ઘણા હતાશ થશે. સચિન પાયલટે કહ્યુ કે ચૂંટણીના ત્રણ દિવસ પહેલા આવીને તેમને બોલવુ પડી રહ્યુ છે. આ કોઈ ટીવી સિરિયલ નથી, આ ગંભીર મુદ્દો છે. લોકતંત્રમાં સંખ્યાબળ નિર્ણાયક હોય છે. અમારે ૧૨૩ ધારાસભ્ય જાેઈએ અને હજુ આનાથી વધારે ધારાસભ્ય છે.
તમામ ધારાસભ્ય અમને વોટ આપશે. આ તે ધારાસભ્ય છે જે ૨૦૧૮થી અમારી સાથે છે. તેમણે ઘણીવાર સમર્થન આપ્યુ છે. આનાથી સુભાષચંદ્રા હતાશ જરૂર થશે. કોંગ્રેસની દાવેદારી પર સચિને કહ્યુ કે ૧૦ તારીખે અમારા ત્રણેય ઉમેદવાર જીતીને આવશે. આ એક ટ્રેડ બની ગયો છે. રાજસ્થાન અને હરિયાણામાં ભારે બહુમત સાથે જીતશે. અજય માખન હરિયાણાથી જીતશે.
ભાજપની યોજનાઓ સફળ નહીં થાય. સુભાષ ચંદ્રા નામ પાછુ લેશે. મહારાષ્ટ્રમાં પણ જીતશે. અમે જીતીને પ્રદેશની વાતને દિલ્હીમાં ઉઠાવીશુ. પાર્ટીમાં સમગ્ર રીતે શાંતિનો માહોલ છે. ૨૦૨૩માં પાછી અમારી સરકાર બનશે. અમે સૌ ઈચ્છીએ છીએ કે બીજીવાર સરકાર બને.SS2KP