ક્લબ મહિન્દ્રાએ ફેમિલી પ્રીમિયમ લીગ અભિયાન શરૂ કર્યું
સહભાગી થવા 8 હોલિડે પર્સનાલિટી ટીમમાંથી પસંદગી કરો
યુવેન્દ્ર ચહલ ફિઆન્સી ધનશ્રી સાથે: https://www.youtube.com/watch?v=RQI7f5JArJA
દિપીકા પલ્લિકલ: https://www.youtube.com/watch?v=DtH2-bgjEHo
જતિન સપ્રૂ: https://www.youtube.com/watch?v=hqJm2gNr5Qg
મુંબઈ, ભારતની અગ્રણી વેકેશન ઑનરશિપ કંપની મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સએ ક્લબ મહિન્દ્રા ફેમિલી પ્રીમિયર લીગ નામનું નવું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે ક્લબ મહિન્દ્રાએ એના ઉપભોક્તા સંશોધન અને આંતરિક જાણકારીને આધારે 8 પ્રકારની ફેમિલી હોલિડે પર્સનાલિટીને ઓળખી છે.
આ 8 યુનિક હોલિડે પર્સનાલિટીઝ 8 હોલિડે ટીમનું પ્રતિનિધિત્વ કરે છે – બીચ ઇન્ડિયન્સ, કિંગ્સ ઓફ એડવેન્ચર, માઉન્ટેન સુપર કિંગ્સ, વાઇલ્ડલાઇફ ચેલેન્જર્સ, ધ ફેમિલી રૉયલ્સ, ધ સનરાઇઝ ચેઝર્સ, ધ કેપિટલ ફૂડીઝ અને ધ રોડટ્રિપ રાઇડર્સ. દર્શકોને ધ ક્લબ મહિન્દ્રા ફેમિલી પ્રીમિયર લીગ કન્ટેસ્ટમાં તેમની ટીમ પસંદ કરીને અને તેમના પ્રકારના ફેમિલી હોલિડેનું પ્રતિનિધિત્વ કરતાં હોલિડે ફોટો શેર કરીને કન્ટેસ્ટમાં સહભાગી થવાની તક છે.
ક્લબ મહિન્દ્રાએ એના ફેમિલીઝ સાથે ભારતના કેટલાંક પ્રસિદ્ધ ક્રિકેટરોને રોક્યાં છે, જેમ કે દિનેશ કાર્તિક, ઉમેશ યાદવ, પિયૂષ ચાવલા, યુઝવેન્દ્ર ચહલ, જેમિમાહ રોડ્રિગ્સ, સંજુ સેમ્સન, ભુવનેશ્વર કુમાર અને કરુણ નાયર, જેઓ કોઈ એક ટીમનું પ્રતિનિધિત્વ કરશે, જે તેમના સૌથી મનપસંદ હોલિડેને પ્રતિબિંબિત કરશે. આ અભિયાનના ભાગરૂપે કંપની મહિન્દ્રા ગ્રૂપની સ્થાપનાનાં 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે સૌથી વિશિષ્ટ ફોટોગ્રાફ શેર કરનાર પરિવારોને 75 હોલિડે આપશે. ક્લબના મેમ્બર્સને પણ સહભાગી થવાની અને રોમાંચક ઇનામો જીતવાની તક મળશે.
આ અભિયાન પર મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડનાં ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી પ્રતીક મઝૂમદારે કહ્યું હતું કે, “ક્લબ મહિન્દ્રા સમજે છે કે, પરિવારો કેવી રીતે તેમના હોલિડેઝ માટે વિવિધ પસંદગીઓ ધરાવે છે, જેમાં બીચથી લઈને એડવેન્ચર, વાઇલ્ડલાઇફથી રોડ ટ્રિપ્સ તથા માઉન્ટેનથી કલનરી અનુભવો સામેલ છે. અમે ધ ફેમિલી પ્રીમિયર લીગ અભિયાન બનાવ્યું છે, કારણ કે અમે એકમાત્ર બ્રાન્ડ છીએ, જે અમારા વિવિધ સ્થળો અને આતિથ્યસત્કાર સાથે દરેક પ્રકારનો હોલિડેનો અનુભવ અમારા રિસોર્ટમાં આપી શકીએ છીએ.”
ભારત અને વિદેશમાં 100થી વધારે રિસોર્ટ સાથે બ્રાન્ડ વિવિધતાસભર હોલિડેનો અનુભવ પૂરો પાડે છે. જ્યારે ક્લબ મહિન્દ્રાના ગોવ, કાંડાઘાટ અને કૂર્ગના રિસોર્ટ એડવેન્ચર પ્રેમીઓને અપીલ કરે છે, ત્યારે બિન્સાર અને નાલ્દેહરામાં રિસોર્ટ પર્વતપ્રેમીઓ, ટ્રેક્સ અને પ્રકૃતિપ્રેમીઓને આકર્ષે છે. ઉદેપુર, કુંભલગઢ અને જૈસલમેરના રિસોર્ટ રિગલ હેરિટેજ અને આતિથ્યસત્કાર ઝંખતા પ્રવાસીઓને આકર્ષે છે.
પુડુચેરી અને ચેરાઈના રિસોર્ટ દરિયાકિનારાનો નજારો અને દરિયાઈ જીવો જોવા ઇચ્છતાં લોકોને પસંદ પડે છે. હોલિડે જેટલા જ ડ્રાઇવને પસંદ કરતા લોકો માટે મહાબળેશ્વર કે અષ્ટમુડી રિસોર્ટ શ્રેષ્ઠ છે અને જો સુંદર પર્વતો વચ્ચે સૂર્યોદય જોવો હોય, તો ક્લબ મહિન્દ્રાનો ગંગટોક અને કનાતલનો રિસોર્ટ બેસ્ટ છે. મેડિકેરી અને મુન્નારના રિસોર્ટ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના પ્રેમીઓ માટે આદર્શ છે, તો કોર્બેટ, ગિર કે કાન્હા રિસોર્ટ વન્યજીવપ્રેમીઓને આનંદ આપે છે.