ક્લબ મહિન્દ્રાએ 31 રિસોર્ટમાં કામગીરી ફરી શરૂ કરીને ‘ટ્રાવેલ વિથ કોન્ફિડન્સ’ પહેલ શરૂ કરી
મુંબઈ, કેટલાંક રાજ્યોએ પ્રવાસીઓ માટે પ્રવાસન સ્થળો ખુલ્લાં મૂકતાં ભારતમાં પ્રવાસન ક્ષેત્રમાં ધીમે ધીમે બેઠું થઈ રહ્યું છે. ઘરે મહિનાઓ પસાર કર્યા પછી લોકડાઉન હળવું થવાની સાથે લોકો પરિવારજનો અને મિત્રો સાથે રજાના દિવસમાં થોડો સમય પસાર કરવા ઇચ્છે છે. તેઓ અલગ, ગીચ ન હોય એવા પ્રવાસન સ્થળોની પસંદગી કરી રહ્યાં છે તથા આરોગ્ય અને સલામતી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બનવાથી ટોળાઓમાં જવાનું ટાળી રહ્યાં છે.
ક્લબ મહિન્દ્રા ભારતની અગ્રણી વેકેશન ઑનરશિપ કંપની છે અને 19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપનો ભાગ છે. ક્લબ મહિન્દ્રાએ 31 રિસોર્ટ ફરી ખોલતા એના 258,000થી વધારે સભ્યોને આવકારવા સજ્જ છે. સંપૂર્ણ સલામતી અને સ્વચ્છતાની સભ્યોને ખાતરી આપવા ક્લબ મહિન્દ્રાએ ‘ટ્રાવેલ વિથ કોન્ફિડન્સ’ નામની પહેલ શરૂ કરી છે, જે કોવિડ વીમો, ટ્રાવેલ વીમો, સ્વસંચાલિત કાર, કોવિડ ટેસ્ટિંગ અને કાર સેનિટેશન સેવાઓ પૂરી પાડશે.
ક્લબ મહિન્દ્રા ‘ટ્રાવેલ વિથ કોન્ફિડન્સ’ પ્રદાન કરવા કટિબદ્ધ છે, જેણે પ્રસિદ્ધ નિદાન કેન્દ્ર સાથે 50થી વધારે શહેરોમાં કોવિડ ટેસ્ટ સુવિધા જેવા વિવિધ પગલાં લીધા છે. કંપની તમારા રજાના દિવસો માટે કોવિડ વીમો અને ડિસ્કાઉન્ટેડ ટ્રાવેલ વીમો પણ ઓફર કરશે તેમજ સ્વ-સંચાલિત કાર સુવિધાનો લાભ લેવા કેશબેકનો લાભ પણ આપશે.
સભ્યો ડ્રાઇવ કરી શકાય એવા તેમના મનપસંદ સ્થળનો પ્રવાસ શરૂ કરતા અગાઉ કોવિડ કાર સેનિટેશન સુવિધાનો લાભ પસંદ કરી શકે છે.
આ અંગે મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી કવિન્દર સિંઘે કહ્યું હતું કે, “અમે તબક્કાવાર રીતે 31 રિસોર્ટમાં કામગીરી ફરી શરૂ કરી છે, જે અમારા મેમ્બર્સને તેમની પોતાની રીતે યાદગાર રજાના દિવસો અને પ્રવાસની ક્ષણો માટે એક વાર ફરી સક્ષમ બનાવશે.
અમે અમારા મેમ્બર્સ અને સ્ટાફના સ્વાસ્થ્ય અને સલામતી પ્રત્યે કટિબદ્ધ છીએ તથા ક્લબ મહિન્દ્રાના ‘સેફસ્ટે’ પ્રોગ્રામના ભાગરૂપે અમારા રિસોર્ટ્સમાં કોન્ટેક્ટલેસ સર્વિસ અને સોશિયલ ડિસ્ટન્સિંગને સક્ષમ બનાવવા સાફસફાઈ અને સ્વચ્છતાના કડક માપદંડો સ્થાપિત કર્યા છે. ઉપરાંત અમે ‘ટ્રાવેલ વિથ કોન્ફિડન્સ’ પહેલ શરૂ કરી છે, જેનો આશય કોવિડ વીમો, ટ્રાવેલ વીમો, કોવિડ પરીક્ષણ અને કાર સેનિટેશન સર્વિસીસ સહિત વિવિધ પગલાં દ્વારા પ્રવાસીઓમાં આત્મવિશ્વાસ ઊભો કરવાનો છે. આ નવા સોલ્યુશનો સાથે અમે સુનિશ્ચિત કર્યું છે કે, અમારા સભ્યો હળવા થવા અને નવેસરથી સ્ફૂર્તિ મેળવવા સરળતાપૂર્વક રજાના દિવસોનો આનંદ લઈ શકે.”
પ્રવાસીઓ સ્થાનિક પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરતા હોવાથી ક્લબ મહિન્દ્રાએ જૂનથી તબક્કાવાર રીતે વિવિધ રિસોર્ટમાં કામગીરી શરૂ કરી છે, જેમાં થાઇલેન્ડ અને દુબઈના રિસોર્ટ તથા બાકીના રિસોર્ટ કર્ણાટક, કેરળ, ગુજરાત, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં છે.
આ રિસોર્ટ કૂર્ગ, ચેરાઈ, પૂવર, ઠેકડી, ઉદેપુર, કુંભલગઢ, દ્વારકા, મુન્નાર, ગોવા (વારકા), કોર્બેટ્ટ, મસૂરી, ધર્મશાળા, કાંડાઘાટ, મશોબ્રા, મનાલી અને કનાતલ સહિત વિવિધ સુંદર સ્થળો પર સ્થિત છે. રિસોર્ટ નિયંત્રણ ઝોનોની બહાર છે તથા રિસોર્ટમાં સરકારની સ્વાસ્થ્ય અને સલામતીની માર્ગદર્શિકાનું કડકપણે પાલન થાય છે.
ક્લબ મહિન્દ્રા મહેમાનોને સંપૂર્ણ નવો અનુભવ આપે છે, જે ચેક-ઇનથી શરૂ થાય છે અને એફએન્ડબી સહિત રિસોર્ટની અંદર વિવિધ અનુભવો આપે છે, જે તમામ કોન્ટેક્ટલેસ છે. કંપનીના સ્ટાફને ફિઝિકલ ડિસ્ટન્સિંગ, અવારનવાર સાફસફાઈ અને સેવાઓનું સલામત આદાનપ્રદાન સુનિશ્ચિત કરવા વિસ્તૃત તાલીમ આપવામાં આવી છે.
કંપનીએ સલામતીની પ્રક્રિયાનો અમલ કરવા હેલ્થકેર અને ટેકનોલોજી ક્ષેત્રોમાં અગ્રણી કંપનીઓ સાથે જોડાણ પણ કર્યું છે, જેમાં ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન, અમારી સ્વચ્છતા અને સાફસફાઈની આચારસંહિતાને નિયમિત રીતે અને અવારનવાર સર્ટિફાઈ કરવા આંતરરાષ્ટ્રીય સ્તરની લીડર બ્યૂરો વેરિટાસ (બીવી) સાથેની ભાગીદારી સામેલ છે. આચારસંહિતાના મૂલ્યાંકનમાં વ્યક્તિગત સ્વચ્છતા, સુવિધાની સ્વચ્છતા મુખ્ય માપદંડો છે.