ક્લાર્કની નોકરી અપાવવાના બહાને ૯.૭૦ લાખ પડાવી લીધા
સુરત, સુરત મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકેની નોકરી અપાવવાના બહાને બે યુવકો સાથે મહિલા સહિત ચાર ઠગબાજાેએ રૂા.૯.૭૦ લાખ પડાવી લઈ નોકરી નહીં અપાવીને છેતરપીંડી કરી હતી. આ ઠગ ટોળકી પૈકી એક યુવક પોતે સુરત મહાનગરપાલિકાનો કર્મચારી હોવાનંુ કહી ખોટી ઓળખ આપી પાલિકાના બોગસ કોલલેટર આપી વિશ્વાસઘાત કર્યો હતો.
ઓલપાડ મોરથાણ ગામના કપિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ નિશાળ ફળીયામાં રહેતા આકીબ શબ્બીર અહેમદ મનસુરી અમેસીએ કરી રહ્યો હતો. આકિબ મનસુરી, ધાસ્તીપુરા ગુલશન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતી રૂબિનાબાનુ ગફારભાઈ મુલતાની અને હોડી બંગલા ડો.મુનિમ હકીમચીચીવાળા ના દવાખાનાની સામે રહેતા જૈનુલ આબેદિન અનસારી
અને સુરત મનપાના ડ્રેસમાં આવેલા બે અજાણ્યા વ્યક્તિ સામે લાલ ગેટ પોલીસ મથકમાં છેતરપીંડીની ફરીયાદ આપતાં જણાવ્યુ હતુ કે આકિબ મનસુરી સાથે રૂબિનાબાનુ મુલતાની અને જૈનુલ આબેદીનનો પરિચય થયો હતો. જૈનુલ આબેદીન સુરત મનપાનો યુનિફોર્મ પહેરી પોતે પાલિકાનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી હતી
અને આકિબ મનસુર અને તૌસિફ અહેમદ ફારૂક શેખની પાલિકામાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી બંન્ને પાસેથી રૂા.પ.પ૦ લાખ અને સાયણના તૌસિફ શેખ પાસેથી ૪.ર૦ લાખ મળી કુલ રૂા.૯.૭૦ લાખ પડાવી લીધા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.