ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજીએ રૂ. 1400 કરોડના IPOના પેપર્સ રજૂ કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/cleanscience-scaled.jpg)
નવી દિલ્હી, સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજીએ રૂ. 1,400 કરોડના આઇપીઓ માટે બજાર નિયમનકારક સંસ્થા સેબીમાં પ્રીલિમનરી પેપર્સ રજૂ કર્યા છે.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ મુજબ, આઇપીઓ હાલના પ્રમોટર્સ અને અન્ય હિતધારકો દ્વારા સંપૂર્ણપણે વેચાણ માટેની ઓફર (ઓએફએસ) છે.
ઓએફએસમાં શેર ઓફર કરનારામાં અનંતરૂપ ફાઇનાન્સિયલ એડવાઇઝરી સર્વિસીસ, અશોક રામનારાયણ બૂબ, ક્રિષ્નાકુમાર રામનારાયણ બૂબ, સિદ્ધાર્થ અશોક સિક્ચી અને પાર્થ અશોક મહેશ્વરી સામેલ છે.
ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજી પર્ફોર્મન્સ કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ અને એફએમસીજી કેમિકલ્સ જેવા મહત્ત્વપૂર્ણ સ્પેશિયાલ્ટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે.
એના ઉત્પાદનોનો ઉપયોગ ઉત્પાદનો માટે ગ્રાહકો દ્વારા અવરોધક કે એડિટિવ્સ તરીકે પ્રાથમિક સ્તરની સામગ્રીઓ તરીકે થાય છે.
કંપની બજારમાં સ્થાપિત પોઝિશન માટે જાણીતી છે તથા મુખ્ય સ્પેશિયાલ્ટી કેમિકલ ઉત્પાદનો, સારી રીતે વિવિધતાસભર ગ્રાહકો વચ્ચે સારી કામગીરી ધરાવે છે તેમજ ઉત્પાદનોનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગોમાં આવશ્યક ઉત્પાદનમાં થાય છે, જેના પર કોવિડ-19 રોગચાળાની મર્યાદિત અસર થઈ છે.
પૂણેની કંપનીના ગ્રાહકોમાં ભારત અને ચીન, યુરોપ, અમેરિકા, તાઇવાન, કોરિયા અને જાપાન સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉત્પાદકો અને વિતરકો સામેલ છે. કંપનીની આશરે બે-તૃતિયાંશ આવક નિકાસમાંથી થાય છે.
આઇપીઓના મર્ચન્ટ બેંકર તરીકે એક્સિસ કેપિટલ, જેએમ ફાઇન્સિયલ અને કોટક મહિન્દ્રા કેપિટલની નિમણૂક થઈ છે. કંપનીના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ એનએસઈ અને બીએસઈ પર થશે.