‘ક્વિન’ની કંગના અને ‘અંધાધૂન’ની તબ્બુ જેવો રોલ કરવો છે- ક્રિતી સેનન
મુંબઇ, ક્રિતી સેનન દિલજીત દોસાંજ સાથે આવી રહેલી તેની ફિલ્મ ‘અર્જુન પટિયાલા’માં પત્રકારનું પાત્ર ભજવી રહી છે. તે માટે તેણે ફિરોઝપુરની પત્રકાર રીતુ રંધાવા પાસે તાલીમ લીધી છે. ફિલ્મ વિશે તથા પોતાને ગમતા રોલ વિશે ક્રિતી સેનને ખાસ વાતચીત કરી.
તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુની વર્ષ ૨૦૧૪માં એક ફિલ્મ આવી હતી ‘નેનોકાડીને’. આ સાયકોલોજીકલ એક્શન-થ્રિલર ફિલ્મનો અર્થ થાય ‘આઈ એમ અલોન’. બોક્સ આૅફિસ પર જબરદસ્ત પૂરવાર થયેલી આ ફિલ્મમાં મહેશ બાબુ સાથે પહેલા કાજલ અગ્રવાલને સાઈન કરાઈ હતી પરંતુ શિડ્યુલના પ્રશ્નો થતા કાજલનું પાત્ર ક્રિતી સેનનના ફાળે ગયું. એ રીતે તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ક્રિતીને પહેલી ફિલ્મ મહેશ બાબુ સાથેની ‘નેનોકાડીને’ મળી. એ જ વર્ષે ક્રિતી ટાઈગર શ્રોફ સાથે ‘હિરોપંતી’માં દેખાઈ હતી. લોકોએ ટાઈગર સાથે તેને પણ માર્ક કરી!
ત્યાર પછી રોહિત શેટ્ટીની ‘દિલવાલે’માં કાજોલ, વરુણ ધવન, શાહરુખ ખાન સાથે ક્રિતીએ કામ કર્યું. ૨૦૧૭માં આવેલી ‘બરેલી કી બરફી’માં તેનું પાત્ર આયુષ્યમાન ખુરાના અને રાજકુમાર રાવ કરતા વધારે મહત્વનું હતું એવું કહી શકાય. આ ફિલ્મના સૌથી વધારે વખાણ થયા અને છેલ્લે તે કાર્તિક આયર્ન સાથે ‘લુકા છુપી’ ફિલ્મમાં દેખાઈ હતી. તેની આગામી શુક્રવારે એટલે ૨૬ જુલાઈએ ‘અર્જુન પટિયાલા’ નામની ફિલ્મ રીલીઝ થઈ રહી છે. તેણે પોતાના પાત્ર વિશે કહ્યું કે, ‘આ ફિલ્મમાં હું પત્રકારનં પાત્ર ભજવું છું, જે ક્રાઈમ બીટ સંભાળ છે!’
‘હું પહેલા વધારે ન્યુઝ નહોતી જોતી પણ ફિલ્મ દરમ્યાન મેં તે જોવાનું શરૂ કર્યું. પત્રકારોના પર્ટિક્યુલર ટાન મેં પકડવાની કોશિશ કરી.’ ક્રિતી સેનન આગળ કહે છે કે, ‘બીજું એ કે આ કામેડી ફિલ્મ છે. માટે મેં યુ-ટ્યુબ પર અમુક ફની ટેક્સ પણ જોયા જેમાં પત્રકારોએ કોઈ ભૂલ કરી હોય. ફિરોઝપુરના જર્નાલિસ્ટ રીતુ રંધાવાને જોઈને, તેમને મળીને પણ મેં મારા પાત્રમાં થોડું ઉમેરણ કર્યું.’
અગાઉ કહ્યું એમ ક્રિતીની ‘બરેલી કી બરફી’ અને ‘લુકા છુપી’ઃ આ બંને ફિલ્મોના વખાણ થયા છે. આ બંને કોમેડી ફિલ્મો હતી. અને હવે આવી રહેલી ‘અર્જુન પટિયાલા’ પણ કોમેડી ફિલ્મ છે. આ વિશે વાત કરતા ક્રિતી કહે છે કે, ‘યસ, આ મારી ત્રીજી ફિલ્મ છે, પણ હું એટલું ઉમેરીશ કે ‘અર્જુન પટિયાલા’ આઉટ એન્ડ આઉટ કામેડી ફિલ્મ છે, અને કોમેડી સખત ટફ ઝોનર છે. કેમ કે કોમેડી સીનમાં ટાઈમ ઉપર તમારું જો રિએક્શન ન આવે તો એ સિન ફની નહીં લાગે. અને મેં રિએક્ટ કર્યું પણ સામેવાળાએ ન કર્યું તો પણ મજા બગડી જશે. એટલે જ કામેડીમાં ટાઈમિંગ વધારે મહત્વ ધરાવે છે.